રાપર ના વલ્લભપર ના કોળી પરિવાર દ્વારા શાંતિ દૂત ની સેવા

રાપર ના વલ્લભપર ના કોળી પરિવાર દ્વારા શાંતિ દૂત ની સેવારાપર વાગડ વિસ્તારમાં મગનભાઈ સોની કે જેમણે વાગડ વિસ્તારના વંચિત સમુદાય તરીકે ઓળખાતા કોળી સમાજના લોકો મા જાગૃતતા લાવવા માટે રાપર થી બાર કિલો મીટર દૂર વલ્લભપર ગામે સ્કૂલ સંકુલ ઉભુ કરી શિક્ષણ માટે પાયો નાખ્યો છે ત્યારે આ ગામે રહેતા એસ.ટી ના નિવૃત્ત કર્મચારી દયારામ રાજાભાઈ પરસોંડ કે જે પરિવાર સાથે પોતાની નવ એકર ની વાડી પર રહી ખેતી કરે છેજેમાં તેમના પુત્ર મહેશ અને મનિષ સાથ આપે છે એવા આ પરિવાર દ્વારા પોતાના ઘર નજીક શાંતિ દૂત કબુતરો માટે એક ચબૂતરો પણ બનાવેલ છે આ ચબુતરા મા બસો થી અઢી સો જેટલા શાંતિ દૂત રહે છે જેમાં અગાઉ ત્રણ સો થી વધુ કબુતરો હતા કે જેમના માટે પાણી અને ચણ માટે દર મહીને બસો કિલો જેટલું આપે છે આમ શાંતિ દૂત ની સેવા માટે એક કોળી પરિવાર સેવા કરી રહ્યા છે. (અહેવાલ - મહેશ રાજગોર મો - ૯૭૨૫૪૧૪૩૬૨)

0/Post a Comment/Comments

Stay Conneted

Domain