મોરબીનાં રવાપર ખાતે જનચેતના મહાસંમેલનમાં પ્રવકતા જીજ્ઞેશ મેવાણી હાર્દિક પટેલની હુંકાર

મોરબી- તા- ૨ નવેમ્બર- ૨૧


મોરબીનાં રવાપર ખાતે જનચેતના મહાસંમેલનમાં પ્રવકતા જીજ્ઞેશ મેવાણી હાર્દિક પટેલની હુંકાર



ભાજપ સરકારને આડે હાથ લેતા જીજ્ઞેશ મેવાણી કહ્યું આ ગુજરાતમા મત લેવા માટે હિન્દુ અને મુસ્લિમની રાજનીતિ રાત દિવસ ચાલી રહી છે


મોરબીમા સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે મોરબીના રવાપર ગામે જન ચેતના સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના ધારાસભ્યો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર પર મોંધવારી સહિતના મુદે પ્રહારો કર્યા હતો મોરબીને મંત્રી બન્યા પણ પરિસ્થિતિના સુધરી કહીને મંત્રીને આડેહાથ લીધા હતા



મોરબીના રવાપર ગામે જન ચેતના સંમેલન ગુજરાત કોંગ્રસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં યોજાયું હતું જેમાં ગુજરાત કોંગ્રેસના ચુટાયેલા ધારાસભ્યો જીગ્નેશ મેવાણી, લલિત કગથરા, અમરીશ ડેર, ઋત્વિજ મકવાણા, ચિરાગભાઈ કાલરીયા, સહિતના કોંગેસ આગેવાનો અને મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો જન ચેતના સંમેલનમાં પધારેલા જીગ્નેશ મેવાણીએ કોરોનામાં સરકારે કરેલ કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા તો ૩૩૦૦ કરોડ રૂપિયા સરદાર પટેલના સ્ટેચ્યુ બનાવવા માટે છે પણ સરદારના નામે હોસ્પિટલ બનાવી કામ કર્યું હોતતો ગુજરાતની સ્થિતિ કોરોના સારી હોત તેમજ આ ગુજરાત ની અંદર હિન્દુ મુસ્લિમ ની રાજનીતિ રાત દિવસ ચાલે છે તેમ પણ જણાવ્યું હતું તો પોલીસના ગ્રેડ પે મામલે પણ સરકારને આડેહાથ લેતા જણાવ્યું હતું કે સરકાર પટેલ હોમ મીનીસ્ટર હોત તો પોલીસને રોડ પર આવાનો વારો ના આવ્યો હોત જેથી દરેક સમાજે એક થવું પડશે તો જ નવા ભારતનું નિર્માણ થશે



તો પાટીદાર નેતા હાર્દિક પટેલે જણવ્યું હતું કે આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે બેરોજગારી, ખેડૂતો દુખી, ગામડાઓ બરબાદ થયા અને મહિલાઓ દુખી છે તેવા સંજોગોમાં સરદાર જયંતી નિમિતે આજે મોરબીથી જન ચેતના સંમેલનનું આયોજન કર્યું છે અને આ જન ચેતના સંમેલન આગામી એક વર્ષમાં ૨૦૦ થી ૨૫૦ વિસ્તારોમાં જશે અને લોકોને જાગૃત કરશે તો મોરબીની પરિસ્થિતિ અંગે દુખ વ્યકત કરતા જણાવ્યું હતુકે મોરબીમાં અસામાજિક તત્વો અને ગુંડાઓ નો માહોલ વધ્યો છે ત્યારે લોકો જાગૃત થાય અને પોતાના અધિકારીની વાત કરે તે માટે આ જન ચેતના સંમેલન યોજી રહ્યા છીએ તેમજ નવા મંત્રી મંડળમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે બ્રિજેશ મેરજા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પહેલાના મોરબીમાં અને હાલના મોરબીમાં માત્ર એટલો જ ફર્ક છે કે પહેલા મોરબીના મંત્રી ન હતા હવે મંત્રી છે પણ મંત્રી બન્યા પછી જે જવાબદારી મોરબી માટે હોય તે નથી મોરબીના તમામ સિરામિક ઉધોગકારો મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને ગેસના ભાવ ન વધે તે માટે રજૂઆત કરી હતી પણ બીજા જ દિવસે ભાવ વધારો આવ્યો તો ઉધોગપતિઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે પરેશાન છે તો મોરબી નગરપાલિકામાં લોકોએ ૫૨ સીટો આપી પણ રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાનું તત્કાલ કરવી જોઈએ તેવુ જણાવ્યુ હતુ ટીકર મોરબીમા જન ચેતના મહાસંમેલનનુ ભવ્ય આયોજન કરાયુ હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ સરકાર સામે હુફાર કાઢયો બહોળી સંખ્યામા પાટીદાર સભાજના લોકોની હાજરી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત 

અહેવાલ - અરબાઝ બુખારી- ગોપાલ ઠાકોર

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો



0/Post a Comment/Comments

Stay Conneted

Domain