સુરત માં લોકોને ઈલેક્ટ્રીક વાહનો ખરીદી માટે પ્રોત્સાહન સુરત મ્યુનિ. વિસ્તારમાં પાંચ વર્ષમાં ૫૦૦ થી વધુ ચાજીંગ સ્ટેશન શરૂ કરાશે

 ગુજરાત - સુરત - તારીખ - ૧૪/૧૦/૨૦૨૧ ગુરુવાર


સુરત માં લોકોને ઈલેક્ટ્રીક વાહનો ખરીદી માટે પ્રોત્સાહન સુરત મ્યુનિ. વિસ્તારમાં પાંચ વર્ષમાં ૫૦૦ થી વધુ ચાજીંગ સ્ટેશન શરૂ કરાશેસુરતમાં પર્યાવરણની જાળવણી માટે લોકો વધુમાં વધુ ઈલેક્ટ્રીક વાહનો ખરીદે તે માટે પાલિકા તંત્રએ આગામી પાંચ વર્ષમાં ૫૦૦ જેટલા ઈલેક્ટ્રીક વાહન ચાર્જીંગ પોઈન્ટ શરૂ કરવા માટે આયોજન કર્યું છે. સુરત પાલિકા સરકારની ગ્રાન્ટમાંથી ૨૦૦ જ્યારે પીપીપી ધોરણે ૩૦૦ જેટલા ચાર્જીંગ પોઈન્ટ બનાવવા માટે આયોજન કરી રહી છે. આગામી સ્થાયી સમિતિની બેઠકમાં ચાજીંગ સ્ટેશન અંગે નિર્ણય કરાશે.


સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે જેના કારણે સુરતમાં પણ ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરત પાલિકા દ્વારા ઈલેક્ટ્રીક બસ દોડાવવામા આવે છે તેની સાથે સાથે લોકો પણ ટુ વ્હીલર અને ફોર વ્હીલર ઈલેક્ટીક વાહનોની ખરીદી કરી રહ્યાં છે. લોકો વાહન ખરીદી રહ્યાં છે તેઓ માટે ચાજીંગ સ્ટેશન શરૂ કરવા માટે પાલિકા તંત્ર આયોજન કરી રહી છે. સુરત મ્યુનિ. તંત્ર વિસ્તારમાં પાલિકા સરકારની ગ્રાન્ટની મદદથી ૨૦૦ અને પીપીપી ધોરણે ૩૦૦ ચાર્જીંગ સ્ટેશન કે ચાર્જીંગ પોઈન્ટ શરૂ કરવા માટે આયોજન કરે છે. ઈલેક્ટ્રીક વાહનો ચાર્જીંગ માટે એક ચાર્જીંગ સ્ટેશન દીઠ ૩૦ લાખનો અંદાજીત ખર્ચ થશે. તેમાં મ્યુનિ. તંત્ર જે ચાર્જીંગ સ્ટેશન શરૂ કરશે તેને સરકારની ૭૦ ટકા ગ્રાન્ટ મળશે. સુરતમાં પીપીપી ધોરણે જે લોકો ચાર્જીંગ સ્ટેશન શરૂ કરવા માટે ઈચ્છા રાખતા હોય તેઓ પાસે ૨૫૦ ચો.મી. કે તેથી વધુ જગ્યાની જરૂર રહેશે. જે લોકો ખાનગી ધોરણે ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જીંગ સ્ટેશન શરૂ કરવા ઈચ્છતા હોય તેઓ અને વીજ કંપની વચ્ચે સુરત મ્યુનિ. તંત્ર નોડલ અધિકારીની ભુમિકા ભજવશે. જે રીતે પાલિકાએ સોલાર રૂફ પ્રોજ્કટની કામગીરી શરૂ કરી હતી તેમજ ઈલેક્ટ્રીક ચાર્જીંગ સ્ટેશન માટે પણ કામગીરી કરશે. સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ઈ વાહનોની સંખ્યામા વધારો થઈ રહ્યો છે તેના કારણે પાલિાકા ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટે આયોજન કરી રહી છે. 


પાલિકા પોતે ૨૦૦ જેટલા ચાર્જીગ સ્ટેશન શરૂ કરશે જેમાં રાજ્ય સરકારે પાલિકાને ૭૦ ટકા સબસીડી પણ આપી દીધી છે. આ સબસીડી મળી ગઈ હોવાથી પાલિકા દરેક ઝોનમાં 50 ચાર્જંગ સ્ટેશન બનાવવા માટેની કામગીરી કરશે. પાલિકા હાલમાં ચાર્જીંગ સ્ટેશન-પોઈન્ટ બનાવવા માટે લોકેશન નક્કી કરી રહી છ તેથી આગામી દિવસોમાં સુરતમાં દેરક વિસ્તારમાં પાલિકાના અને ખાનગી ચાર્જીંગ પોઈન્ટ જોવા મળશે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત 

અહેવાલ - સુનિલ ગાંજાવાલા સુરત

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain