વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીનો આ છેલ્લો દિવસ છે, પરંતુ સમાજે આ કાર્યક્રમ હંમેશા ઉજવવાનો છે રાપર -કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજા

કચ્છ - રાપર - ધ્રાંગધ્રા તારીખ - ૧૦/૧૦/૨૦૨૧ રવીવાર


વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીનો આ છેલ્લો દિવસ છે, પરંતુ સમાજે આ કાર્યક્રમ હંમેશા ઉજવવાનો છે રાપર -કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજા
ધ્રાંગધ્રા ખાતે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો પ્રકૃતિ ગાન કાર્યક્ર મ
સમગ્ર રાજ્યમાં ગત તારીખ ૨ જી ઓક્ટોબરથી ૯ મી ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીના છેલ્લા દિવસે એટલે કે તારીખ ૯ મી ઓક્ટોબરના રોજ સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો "પ્રકૃતિ ગાન" ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ વન વિભાગ દ્વારા કરવામાં આવેલ ઉજવણીનો છેલ્લો દિવસ છે, પરંતુ સમાજે આ કાર્યક્રમ હંમેશા ઉજવવાનો છે, તેમ કહેતા કાર્યવાહક અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, આ સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં વન્યપ્રાણીઓ અને પ્રકૃતિના જતન અંગેની જાગૃતિ લાવવાનો છે. જે લોકો પ્રકૃતિનું જતન નહીં કરે, પ્રકૃતિ એક દિવસ એનું જતન નહીં કરે, તેમ કહેતા તેમણે  ઉમેર્યું હતું કે, જો આપણે પ્રકૃતિનું જતન નહીં કરીયે તો આવનારા વર્ષોમાં ગ્લોબલ વૉર્મિંગ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે.વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય ડુંગર, રણ, સમુદ્ર, જંગલ જેવી તમામ પ્રકૃતિથી પરીપૂર્ણ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં ઘુડખર પ્રાણીઓનું અભયારણ્ય આવેલ છે. આ ઘુડખરોના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવે તો ભવિષ્યમાં તે સુરેન્દ્રનગર જિલ્લા માટે એક અમૂલ્ય સંપત્તિ બની શકે છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, સામાજિક જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે પૃથ્વી પર રહેલા તમામ જીવોનું મૂલ્ય થવું ખુબ અગત્યનું છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં કુદરતે આપેલ સંપત્તિઓનું જતન કરવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા લોકજાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમો વિશે વાત કરી હતી. જયારે ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષકશ્રી પ્રજ્ઞેશ દવે દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.    


વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૧ ની જિલ્લા કક્ષાની આ ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવેલ આ પ્રકૃતિ ગાન કાર્યક્રમમમાં ડો. સતીન દેસાઈ, પ્રતાપસિંહ ડાભી, જીજ્ઞાબેન મહેતા, શૈલેષ પંડ્યા સહિતના કવિગણ દ્વારા વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. જયારે કવિશ્રી નરેન્દ્ર રાવલ દ્વારા સિંહ ચાલીસાનું ગાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી વી.એમ. દેસાઈ, અગ્રણી સર્વશ્રી કલ્પનાબેન રાવલ, કિરીટસિંહ જાડેજા સહિત વન વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.ખ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain