સુરત ની સ્કુલ માં ૫૦ થી વઘું વિદ્યાર્થી ની ફી નાં પ્રશ્નને પરીક્ષામાં ન બેસવા દેતાં હોબાળો

ગુજરાત - સુરત - તારીખ - ૨૦/૧૦/૨૦૨૧ બુધવાર


સુરત ની સ્કુલ માં ૫૦ થી વઘું વિદ્યાર્થી ની ફી નાં પ્રશ્નને પરીક્ષામાં ન બેસવા દેતાં હોબાળોસુરતમાં વધુ એક સ્કૂલની મનમાની સામે આવી છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી આરએમજી મહેશ્વરી સ્કૂલ દ્વારા ફીને લઈને ૫૦ થી વધુવિદ્યાર્થીઓને પરિક્ષામાં ન બેસવા દેવાતા હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થીઓને પરિક્ષામાં ન બેસવા દેવાતા વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ વાલીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.બસંતિ પુરોહિત (વાલી)એ જણાવ્યું હતું કે, ફી ન ભરી હોવાના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે સ્કૂલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આજે સવારે 8 વાગ્યે હતી તે પહેલાંજવિદ્યાર્થીઓને બહાર કાઢી મૂક્યા છે. ફી અંગે વાલીઓને જણાવ્યું નથી. જો પહેલા જાણ કરી હોતે તે ફી ભરી જાત. ગયા વર્ષની ફી ૪૦ હજાર ભરી દીધી છે. છેલ્લા ત્રણ મહિનાની જ ફી બાકી છે. ૩ કલાકથી બાળકો ભૂખ્યા-તરસ્યા સ્કૂલ બહાર ઉભા છે. 


અમારી માગ છે કે, સ્કૂલની ફી ઓછી કરો અને ફીને લઈને બાળકોને હેરાન કરવાનું બંધ કરો.ક્રિષ્ના રાજપુરોહિત (વિદ્યાર્થિની)એ જણાવ્યું હતું કે, ફીને લઈને ટોર્ચર કરે છે. પહેલા યુનિફોર્મ માટે ટોર્ચર કર્યા હતા. ત્રણ મહિનાની ફી બાકી છે. ફી ન ભરી હોવાના કારણે હોલ ટિકિટ આપી નથી. જેથી પરિક્ષામાં બેસવા પણ ન દીધા હતા. સ્કૂલ બહાર નીચે જઈને ઉભા રહો તેવું કહ્યું હતું. પહેલા બે કલાકનો ટાઈમ આપ્યો હતો હવે તો કહે છે કે તમારી પાસે ૧૫ મિનિટમનો ટાઈમ છે. મીડિયામાં જાણ થઈ જતા હવે કહે છે કે પરિક્ષા આપી દો. હવે તો માત્ર ૧૫ મિનિટ જ પરિક્ષા પૂર્ણ થવાને બાકી છે. અમારી માગ છે કે, ફી ભરવા માટે ટાઈમ આપો અથવા ફી ઓછી કરો.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત 

અહેવાલ - સુનિલ ગાંજાવાલા સુરત

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો
0/Post a Comment/Comments

Stay Conneted

Domain