ગુજરાત - મોરબી - તારીખ - ૧૫/૧૦/૨૦૨૧ શુક્રવાર
માળીયા મિંયાણાના સરવડ ગામે બાળાઓ અને યુવાનો દ્રારા નવરાત્રીમા અર્વાચિન રાસ ગરબાની રમઝટ
ઉમિયા ગરબી મંડળ અને સમસ્ત ગ્રામજનો દ્રારા જુની પરંપરા જાળવી રાખવા આજે પણ આરતી ઉતારવા બોલી બોલવામા આવી રહી છે
માળીયા મિંયાણાના સરવડ ગામે વર્ષોથી હિન્દુ મુસ્લીમ એકતા સાથે તમામ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવે છે અને આખુ ગામ હોશેહોશે જોડાયને સહકાર આપે છે ત્યારે નવલા નોરતાના તહેવારમા મા શકિતની આરાધના અને પુજા માટે નવરાત્રીના તહેવારમા ઉમિયા ગરબી મંડળ તથા સમસ્ત ગ્રામજનોના સહકારથી ભવ્ય આયોજન કરવામા આવે છે જેમા ગામની બાળાઓ દ્રારા નાગબાઈ માતાજી તેમજ અધોર નગારા સહિત જુના અર્વાચિન ગરબાઓની રમઝટ બોલાવે છે તેમજ ગામના યુવાનો પણ અર્વાચિન રાસ ગરબાની તાલે ઝુમી ઉઠે છે
નવરાત્રીના તહેવારમા સરવડ ગામે મા જગદંબા મા શકિતની આરતી ઉતારવા ગ્રામજનો દ્રારા આજે પણ હરીફાઈ સાથે બોલી બોલવામા આવે છે જે અર્વાચિન પરંપરા જાળવી રાખવા ગ્રામજનો દ્રારા પ્રયાસો કરવામા આવે છે સરવડ ગામમા ઐતિહાસિક હેમાવાવ અને નાગબાઈ મા નુ મંદિર આવેલુ છે આ નવરાત્રીના તહેવારમા ગ્રામજનો દ્રારા દરરોજ અવનવી પ્રસાદી નાસ્તોનુ આયોજન કરી આનંદ મેળવે છે તેમજ દશેરાના દિવસે મહાકાય રાવણનુ પુતળુ બનાવી રાવણ દહન કાર્યક્રમ રાખવામા આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમા રાખી રાવણ દહન કાર્યક્રમ મોફુક રાખવામા આવ્યો હતો તેમજ નવરાત્રીના તહેવારમા પત્રકારનુ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અરવિંદભાઈ શામજીભાઈ સરડવા દ્રારા સાલ ઓઢાડી સન્માન કરી આભાર વ્યકત કરવામા આવ્યો હતો
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત
અહેવાલ - રજાક બુખારી- ગોપાલ ઠાકોર
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો
Post a Comment