મોરબીમા ઈદે મિલ્લાદુન નબીના તહેવાર નિમિતે ન્યુ જનકનગરમા નાત શરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

ગુજરાત - મોરબી - તારીખ - ૧૯/૧૦/૨૦૨૧ મગળવાર


મોરબીમા ઈદે મિલ્લાદુન નબીના તહેવાર નિમિતે ન્યુ જનકનગરમા નાત શરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતોમોરબીમા તાજેતરમા બનેલા હત્યાઓના બનાવો અને કોરોના મહામારીને ધ્યાને રાખી ઝુલુસ મોફુક રાખવાનો નિર્ણય લેવાયો હતોમોરબીમા ઈદે મિલ્લાદુન નબીના ખુશીના તહેવાર નિમિતે બાર દિવસ સુધી મુસ્લીમ વિસ્તારો અદભુત રોશનીથી ઝળહળી ઉઠયા હતા અને ધેર ધેર રોશનીઓ કરી વાએઝ શરીફ ન્યાજ શરીફ રાખવામા આવ્યુ હતુ અને અનેક મુસ્લીમ વિસ્તારોમા મહાકાય કેક કાપી હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતીત્યારે મોરબી ન્યુ જનકનગર સોસાયટીમા પ્રથમ વખત આરીફભાઈ સાયચાના આયોજનથી નાતશરીફ ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સાવરકુંડલાના પ્રખ્યાત નાતખ્વા મીર હાજી રિજવાન અને તેની ટીમે નાત શરીફની ધુમ મચાવી હતી તેમજ આમંત્રિત મહેમાનોનુ ફુલહારથી સન્માન કરવામા આવ્યુ હતુઆ પ્રસંગે સલીમ મસ્જીદના મોલાના સૈયદ ફારુકબાપુ ન્યુ જનકનગર સોસાયટીના પ્રમુખ ઉમરમિંયા બુખારી સહિત બહોળી સંખ્યામા મુસ્લીમ બિરાદરોએ હાજરી આપી લાભ લીધો હતો મોરબીમા તાજેતરમા મુસ્લીમ બિરાદરોના અગ્રણીઓની હત્યાઓ તેમજ નાના મોટા અનેક બનાવો બન્યા છે જે મુસ્લીમ સમાજ માટે ખુબજ દુખની વાત કહેવાય તેમજ કોરોના મહામારીને પણ ધ્યાને રાખી શહેરમા સુલેહ શાંતી જળવાય રહે તેવા હેતુથી આ વર્ષે મોરબીમા ઝુલુસ કાઢવાનુ મોફુક રાખી શાંતીથી ઈદે મિલ્લાદુન્ન નબીના ખુશીના તહેવારમા મસ્જીદમા નમાઝ અદા કરી કુરાનેપાકની તિલાવત કરી મુસ્લીમ બિરાદરોને સબ્ર અને તોફીક અતા ફરમાવે તેમજ નેક રસ્તા પર ચાલે તેવી દુવાઓ માંગવામા આવી હતી


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત 

અહેવાલ - રજાક બુખારી- ગોપાલ ઠાકોર

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain