ગુજરાતી ફિલ્મોના વરિષ્ઠ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની વયે નિધન

ગુજરાતી ફિલ્મોના વરિષ્ઠ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની વયે નિધનરામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા કલાકાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની જૈફ વયે દુઃખદ નિધન થયું છે. મુંબઈના કાંદિવલીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.અરવિંદ ત્રિવેદીના નિધનથી ગુજરાતી સિનેજગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અરવિંદ ત્રિવેદીએ રામાયણ ઉપરાંત ઘણા નાટક સહિત હિન્દી-ગુજરાતી ફિલ્મો તેમજ નાના પડદાની સિલિયલો અભિનય કર્યો છે. અરવિંદ ત્રિવેદી સાબરકાંઠાના ઈડર તાલુકાના કુકડિયા ગામના વતની હતા કુકડિયા ગામમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.અરવિદ ત્રિવેદી સાથે કામ કરનારા અને રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલે ટ્વીટર પર અરવિંદભાઈના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.અરુણ ગોવિલે લખ્યુ છે કે, ખૂબ સરળ સ્વભાવના અને ધાર્મિક એવા અતિપ્રિય મિત્ર અરવિંદભાઈના નિધનથી માનવ સમાજને મોટી ખોટ પડી છે. અરવિંદ ત્રિવેદીએ લગભગ ૩૦૦ જેટલી ફિલ્મ્સમાં કામ કર્યું હતુ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain