ભારત વિકાસ પરિષદ રાપર દ્વારા સ્પર્ધકો માટે ઈનામ વિતરણ સમારોહ યોજાયો

કચ્છ - રાપર - તારીખ - ૨૪/૧૦/૨૦૨૧ રવીવાર


ભારત વિકાસ પરિષદ રાપર દ્વારા સ્પર્ધકો માટે ઈનામ વિતરણ સમારોહ યોજાયો.



રાપર સંસ્થા દ્વારા લેવાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા સ્પર્ધકોને ઈનામ આપવા ઈનામ વિતરણ સમારોહનું આયોજન તા. ૨૪/૧૦/૨૧ ના રોજ શ્રી લોહાણા મહાજન વાડી,રાપર મધ્યે કરવામાં આવ્યું હતું. 



વંદે માતરમના સામુહિક ગાનથી સમારોહનો પ્રારંભ થયો હતો. ઉપસ્થિત સંતો અને મહાનુભાવોના કરકમળો દ્વારા દિપ પ્રાગટયથી સમારોહ ખુલો મુકાયો હતો. ભારત કો જાનો પ્રકલ્પના સંયોજક  ડો.રાહુલ પ્રસાદે સ્વાગત પ્રવચન કર્યું હતું અને તેમાં જણાવ્યુંકે શિક્ષણતંત્રમાં ફેરફાર કરવા આપણે અસમર્થ છીએ પણ વિધાર્થીઓ માટે આપણે ઘટતું તો કરી જ શકીએ.વિધાર્થીઓને પણ સારાં, સંસ્કારી,શ્રેષ્ઠ પુસ્તકો વાંચવા જોઈએ.ઉપસ્થિત સૌને એમણે આવકાર આપ્યો હતો.આ પ્રકલ્પના સહસંયોજક પારસભાઈ ઠકકરે સૌને આ સ્પર્ધાઓની માહિતી પુરી પાડી હતી.જેમાં ભારત કો જાનો ઓનલાઇન સ્પર્ધામાં ૧૭૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી અને જિલ્લા બહારથી પણ સપર્ધકોએ ભાગ લીધો હતો.નંબર પ્રાપ્ત વિજેતાઓને તો ઈનામ આપવામાં આવ્યાં હતાં પરંતુ ભાગ લેનાર દરેક સ્પર્ધકને આ પ્રકલ્પધા સંયોજક ડો.રાહુલ પ્રસાદ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.ઉપરાંત રંગ દે વીર ચિત્ર સ્પર્ધા, એકલગાન સ્પર્ધાના વિજેતાઓને આ સમારંભમાં સન્માનવામાં આવ્યા હતા.



આજના ઈનામ વિતરણ સમારોહના મુખ્ય યજમાન પદે રાપર તાલુકા શિક્ષક સંધના પ્રમુખ  અરણજણભાઈ ડાંગર સાહેબ રહ્યા હતા.સંસ્થાના ઘૂઘઆ પ્રકલ્પને એમણે બીરદાવ્યો હતો. પહેલાં કરતાં હવે તો શિક્ષણનું વાતાવરણ અનુકુળ થઈ રહી રહ્યું છે.શિક્ષણનું માળખું તો બદલવા આપણે અસમર્થ છીએ એ વાતમાં એમણે સુર પુરાવતાં જણાવ્યું કે શિક્ષણમાં આપણા દ્વારા સુધારણા માટે વિધાર્થીઓને તો આપણે અવશ્ય માર્ગદર્શન આપી જ શકીએ ને ? રાપરમાં ભારત વિકાસ પરિષદ-રાપર શાખા દ્વારા આવાં શ્રેષ્ઠ આયોજનો સમયાંતરે થઈ રહ્યાં છે એ બાબત એમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.


બીજા મુખ્ય યજમાન રાપર તાલુકા ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ અનોપશિહજી વાઘેલા રહ્યા હતા.જ્યારે આજના કાર્યક્રમ દરમિયાન જેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે વિપરિત વાતાવરણમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે આવા કાર્યક્રમો થકી આનંદ થાય છે.ટુકાગાળામાં સંસ્થાએ અનેક સેવાકીય પ્રવૃતિઓ રાપરમાં કરી છે એનો આનંદ છે.માનવ સ્વકેન્દ્રીય થતો જાય છે આવા વાતાવરણમાં કોઈ સંસ્થા વિધાર્થીઓ માટે,બાળકો માટે, સ્પર્ધાઓ યોજી એને પ્રોત્સાહન આપે એનો એમણે  આનંદ વ્યક્ત કર્યો હતો. આવા વિધાર્થીઓને લગતા કાર્યક્રમો કરવા બદલ ભારત વિકાસ પરિષદ-રાપર શાખાને ધન્યવાદ પાઠવ્યા હતા.


દરેક સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામો અપાયા હતા અને બાકીના વિધાર્થીઓને પ્રોત્સાહિત ઈનામો અપાયાં હતા.


ઉત્સાહિત વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો..એક વિશેષ કાર્યક્રમની જાહેરાત પણ સંસ્થા દ્વારા થઈ હતી. દિવાળીના દિવસોમાં ગરીબ,વંચીત વિસ્તારોમાં મીઠાઈ ફરસાણના વિતરણ કરવાના પ્રકલ્પની જાહેરાત કરવામાં આવી હતી.જેના સંયોજક તરીકે  સામજીભાઇ માલી અને  તરીકે  જયસુખગીરી ગોસ્વામીના નામની જાહેરાત કરવામાં આવી હતી.તે સાથે આ પ્રકલ્પમાં ઘણા દાતાઓએ પોતાનું યોગદાન લખાવ્યું હતું. આ પ્રકલ્પના સંયોજકો  અને શાખા ના કાર્યકરોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.સંચાલન મંત્રી નિલેશભાઈ માલીએ કર્યું હતું.આભાર દર્શન પારસ ઠકકરે કર્યું હતું.



રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain