વડનગર ખાતે ૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ તાના-રીરી મહોત્સવ યોજાશે

વડનગર ખાતે ૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ તાના-રીરી મહોત્સવ યોજાશે



મહેસણા જિલ્લાના વડનગર તાના-રીરી ઉધાન ખાતે દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના રોજ તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્વ યોજાય છે.જે અંતર્ગત આ વર્ષે  ૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ સાંજે ૦૬-૦૦ કલાકે તાના-રીરી મહોત્સવ યોજાનાર છે. તાના-રીરી મહોત્સવ ગરીમાપુર્ણ યોજાય તે માટે જિલ્લા કલેકટરશ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.    



પ્રથમ દિવસે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આપવામાં આવનાર છે.૧૨ અને ૧૩ નવેમ્બરને શુક્રવાર તેમજ શનિવારના રોજ સાંજે ૦૬-૦૦ કલાકે યોજાનાર મહોત્સવમાં કલાકારો ઉપસ્થિત રહેનાર છે. આ મહોત્સવ માટે વડનગર તાના-રીરી ઉધાન ખાતે સ્વચ્છતા, વડનગરના ઐતિહાસિક સ્થળોની લાઇટીંગ સહિત અનેક વિધ વ્યવસ્થાઓ બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી

આ બેઠકમાં સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી,નાટ્ય સંગીત અકાદમીના પંકજભાઇ ભટ્ટ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain