સુરત માં પાંડેસરા વિસ્તાર માં કાપડ નાં ગોડાઉનમાં આગ લાગતાં ભાગદોડ થઈ

સુરત માં પાંડેસરા વિસ્તાર માં કાપડ નાં ગોડાઉનમાં આગ લાગતાં ભાગદોડ થઈ
પાંડેસરામાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે આજે બપોરે કાપડના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ત્યાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરા રોડ પર બીઆરસી કમ્પાઉન્ડ પાસેલક્ષ્મીનારાયણ મંદિર નજીક આવેલા કાપડના ગોડાઉનમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આગને લીધે ત્યાં ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. જેને લીધે આજુબાજુના લોકોમાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી. આ અંગે ફાયર ઓફિસર દિનેશ પટેલને જાણ થતા ફાયર કાફલા સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા વિડિયો અને ત્યાં સાથે મજુરા ગેટ, માનદરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ગાડી ત્યાં પહોંચી ગઈ હતી. 


ગોડાઉન શટર બંધ હોવાથી ફાયર જોવાનું હોય તો ખોલીને અંદર જઈને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. જોકે ભારે જહેમત ઉઠાવતા એક કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. આગને લીધેગોડાઉનમાં મુકેલાકાપડનાંજથ્થો,ઓફિસ સહિતની ચીજવસ્તુઓ નુકસાન થયું હતું. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત 

અહેવાલ - સુનિલ ગાંજાવાલા સુરત

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain