કચ્છ - ગાધીધામ - તારીખ - ૦૩/૧૦/૨૦૨૧ રવીવાર
ગાંધી જયંતી નાં રોજ લેખિકા અને સામાજિક કાર્યકર સ્વ. હેમલતાબેન મોતા ની સ્મૃતિમાં નિઃશુલ્ક વેકસીનેશન કેમ્પનું આયોજન
ગાંધીધામ : અહીંના સામાજિક કાર્યકર અને લેખિકા સ્વ . હેમલતાબેન મોતા ની સ્મૃતિમાં પુસ્તક પરબ , ગાંધીધામ અને કર્તવ્ય ગ્રુપ દ્વારા રામબાગ હોસ્પિટલનાં સહયોગથી લર્નર્સ એકેડેમી ઇંગ્લિશ સ્કૂલ , આદિપુર ખાતે નિ : શુલ્ક વેકસીનેસન કેમ્પનું આયોજન ૨ જી ઓકટોબર , ૨૦૨૧ ( ગાંધી જયંતી ) નાં રોજ કરવામાં આવેલ હતું .
ભારત સરકાર દ્વારા દેશને કોરોના મુક્ત બનાવવા તથા તમામ આર્થિક અને સામાજિક ગતિવિધિઓને પૂર્વવત કરવા માટે રસીકરણ અભિયાન છેડવામાં આવેલ છે જે અંતર્ગત નવી પહેલ સમાન સ્વજનની યાદગીરીમાં નિશુલ્ક વેકસીનેશન કેમ્પનું આયોજન કરીને અન્યો પણ આ પહેલને અનુસરીને બધા ભારતીયો સુધી રસીકરણ અભિયાન પહોંચે તે માટે મદદરૂપ બની શકે છે. લર્નર્સ એકેડેમી સ્કૂલ ખાતે યોજાયેલ આ કેમ્પનું ઉદ્ઘાટન પૂર્વ સાંસદ અને અડીખમ મહિલા ગ્રૂપના પ્રમુખ પૂનમબેન જાટ દ્વારા કરવામાં આવેલ હતું .
તેમણે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ હતું કે હેમલતાબેન એક નીડર , સ્પષ્ટ વક્તા અને સામાજિક પ્રશ્નો નાં ઉકેલ માટે સદા તૈયાર રહેનાર મહિલા હતા . અડીખમ મહિલા ગ્રૂપનાં પણ તેઓ સક્રિય કાર્યકર હતા અને એમની ખોટ અમને સદા ચાલશે. આ કાર્યક્રમમાં અડીખમ મહિલા ગ્રૂપના સર્વેશ્રી , ડો . મધુબેન નાથાણી , રંજન શર્મા , મીનાબેન ગોસ્વામી , વર્ષાબેન સોલંકી , ડો . ભારતીબેન જાડેજા ડિમ્પલબેન આચાર્ય પ્રીતિબેન ચૌહાણ , મંજુલાબેન ભાનુશાલી અને ઊર્મિબેન શાહ હાજર રહ્યા હતા . ઉપરાંત કુશળ અકુશલ કામદાર સંઘનાં મહામંત્રીશ્રી વેલજીભાઈ જાટ , કિર્તિકુમાર આચાર્ય , ધનશ્યામ ગઢવી પણ હાજર રહેલ હતા .
શ્રી કચ્છી રાજગોર સમાજ ( પૂર્વ કચ્છ ) નાં પ્રમુખ શ્રી શંભુભાઈ વ્યાસ અને પરેશ મોતા પણ હાજર રહેલ હતા . સમગ્ર કેમ્પના આયોજનમાં પુસ્તક પરબ નાં સતીશ મોતા , સુરેશ લાલવાણી તથા કર્તવ્ય ગ્રૂપના હંસરાજ કીરી , કરસનભાઇ મ્યાત્રા , શૈલેષ મહેશ્વરી , વિનોદ જૈન , ગજેન્દ્ર પ્રસાદ , મોહિત અગ્રવાલ , કલ્પેશ પટેલ જ્યારે ગાંધીધામ શહેર ભાજપનાં મંત્રી શ્રીમતી વૈભવીબેન કૈલેશ ગોર ,ઊર્મિલા મોતા , પ્રિયંકા મોતા , હિરેન મોતા મૂકતાબેન મોતા એ જહેમત ઉઠાવી ને કેમ્પને સફળ બનાવવા યોગદાન આપેલ હતું.
રામબાગ હોસ્પિટલનાં આરોગ્ય અધિકારી ડો . દિનેશ સુતરીયા , ડો . આદિલ કુરેશી તથા વિનોદભાઇ તથા તેમની ટીમ દ્વારા વેકસીનેશન માટે સંપૂર્ણ સહયોગ આપવામાં આવેલ હતું . લર્નર્સ એકેડેમી ઇંગ્લિશ સ્કૂલ નાં પ્રિન્સિપાલ શ્રી હિતેશ રામદાસાણી દ્વારા સ્કૂલમાં કેમ્પને સફળ બનાવવા તમામ સગવડ આપવામાં આવેલ હતી .
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
અહેવાલ - નિરવ ગોસ્વામી અંજાર
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment