અંજાર યોગેશ્વર ચોકડી પાસે તાત્કાલિક રોડનું કામ કરવામાં આવતા આનંદની લાગણી ફેલાઇ

કચ્છ - અંજાર  -  તારીખ - ૬/૧૦/૨૦૨૧ બુધવાર


અંજાર યોગેશ્વર ચોકડી પાસે તાત્કાલિક રોડનું કામ કરવામાં આવતા આનંદની લાગણી ફેલાઇ.



ઐતિહાસિક અંજાર શહેરમાં વરસાદી પાણીના કારણે અનેક જગ્યાએ ખાડાઓ પડ્યા છે.અને આ ખાડાઓના કારણે નાના મોટા અકસ્માતો પણ થયા છે મોટાભાગના ખાડાઓ નગરપાલિકાની હદમાં આવતા હોઇ આ ખાડાઓ તાત્કાલિક પૂરવા નગરપાલિકા નું ધ્યાન દોરવા સ્થાનિક લોકો તેમજ વિવિધ સમિતિઓ,સંગઠનો દ્વારા સતાધીશો પાસે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ મોટાભાગના ખાડાઓ પૂરાયેલા ન હોઇ અંજાર શહેરની  પ્રજા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે 



ત્યારે અંજાર શહેરના મુખ્ય માર્ગ યોગેશ્વર ચોકડીથી સહેજ આગળ શહેર અને તાલુકાની મુખ્ય સરકારી હોસ્પિટલ તરફ જવાના રસ્તા પર પણ મોટા ખાડાઓ પડી ગયેલ હોઇ,દર્દીઓ ને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. આ રોડ આર એન્ડ બી પંચાયત વિભાગ માં આવતો હોઇ ઇજનેર સૈયદ સાહેબ પાસે વનરાજ સિંહ લાલુભા વાઘેલા નામના એક જાગૃત નાગરિક  દ્વારા રજૂઆત કરવામાં આવતા ફકત બે કલાકની અંદર જ આ રોડ પર કપચી નખાવી ખાડા પુરાવી નાખતા લોકો માં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી આજે ડામરના પાકા પેચ લગાવી રોડ એકદમ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવી રહ્યો છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

અહેવાલ - નિરવ ગોસ્વામી અંજાર

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain