સતલાસણા માં કોંગ્રેસના કનુભાઇ બારોટ અને વડનગરમા ભાજપના દશૅનાબેન સોની વિજેતા થયા

ગુજરાત - તારીખ - ૫/૧૦/૨૦૨૧ મગળવાર


સતલાસણા માં કોંગ્રેસના કનુભાઇ બારોટ અને વડનગરમા ભાજપના દશૅનાબેન સોની વિજેતા થયાસતલાસણા ખાતે નવ વાગે મતગણતરી શરૂ થાય તે પહેલાં પી એસ આઇ પાટીલ અને સ્ટાફે પોલિશ ખડકી અંદર આવવાના રસ્તા બંધ કર્યા બાદ નવ કલાકે ઈનચાર્જ  મામલતદાર સો ભાઇએ મામલતદાર કચેરી પોતાની ઓફિસમાં કરાયેલ સ્ટ્રોંગ રૂમ ઉમેદવારોની હાજરીમાં ખોલી ઇવીએમ મશીન બતાવ્યા હતા ત્યારબાદ અચાનક પત્રકારો ને બહાર કાઢીને વીડીયો રેકોર્ડીંગ વગર ઇવીએમ થી મતગણતરી કરી આમ આદમી પાર્ટીઉમેદવાર ગણેશભાઇ ની દરકાર વગર મતગણતરી ચાલુ કરી ત્યારે ગણેશભાઇ લેટ આવી પહોંચ્યા હતા આ અંગે પત્રકાર એ એસ પી મહેસાણા ને ફોન કરતાં જવાબ આપ્યો ન હતો શું એસ પી ડૉ પરથૅરાજસિહ ગોહિલ જાહેર લોકદરબાર માં પોલિશ ની જ્યારે જરૂર પડે યાદ કરો કે ફોન કરો તે કથન કેટલું સાચું આમ પોલિશ તંત્ર પણ આ સીટ પર જોહુકમી કરતું જોવા મળ્યું હતું વડનગર માં મામલતદારે પત્રકારો ને કવરેજ કરવા દીધું તો સતલાસણા મામલતદાર નું વતૅન આવું કેમ,?સતલાસણા તાલુકાના ના રાણપુર-૭ તાલુકા સીટ પર કોંગ્રેસના કનુભાઇ બારોટ નો વિજય થયો હતો અને વડનગર વૉડ ૭ માં દશૅનાબેન સોની જંગી મતો થી વિજયી બન્યા હતા સતલાસણા રાણપુર સીટ પર કોંગ્રેસના કનુભાઇ બારોટે ૧૫૩૭ મતો મેળવી થી ભાજપના શામજીભાઈ ચૌધરી ને હરાવી  વિજય બન્યા જ્યારે આમ આદમી પાર્ટીના ગણેશભાઇ પરમાર ને ૧૫૯મતો મળતાં  ડીપોઝીટ પણ જપ્ત થઈ હશેસતલાસણા ના વિરેન્દ્રસિંહ પરમાર સહિત વિરેન્દ્રસિંહ કે ઠાકોર પ્રમુખ વિનુસિહ ચૌહાણ એ ધારાસભ્ય અજમલજી ઠાકોર પુવૅ ધારાસભ્ય રમીલાબેન દેશાઇ સહિત ભાજપના પુવૅ સાંસદ નટુજી ઠાકોર જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ભગાજી ઠાકોર બાબુજી ઠાકોર મહેસાણા સહિત નો પ્રચાર પ્રસાર કરાવયો હતો છતા ભાજપના મોટાભાગના નેતાઓની સભા છતાં કોંગ્રેસે ના દિગ્ગજ નેતા જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ પરમાર કુલદિપસિહ ચૌહાણ રોહિત દવે મોહબતસિહ ચૌહાણ સહિત કોંગ્રેસના કાયૅ કરો એ ગઢ જાળવ્યો હતો


વડનગર નગરપાલિકામાં વૉડ-૭મા ભાજપના  દશૅના બેન  સોની નો જવંલત વિજય થયો હતો અહી કોંગ્રેસના ના ઉમેદવાર અમરતબેન ઠાકોર નો કારમો પરાજ્ય થયો હતો અહી કોંગ્રેસનાનેતાઓ નિરા અને નિષ્ક્રિય હોવાની ચચૉ હતી વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદી ના માદરે વતન વડનગર માં ભાજપે જીત જાળવી રાખવામાં સફળતા મેળવી હતી વડનગર મામલતદાર ની દેખરેખ હેઠળ મતગણતરી યોજાઇ હતી વડનગર શહેર પ્રમુખ રાજુભાઇ મોદી તેમજ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સુનિલ દત્ત મહેતાઅને કાનાજી ઠાકોર ઉપપ્રમુખ અને ચેરમેન ઘેમરજી ઠાકોર સહિત સૂરૈશભાઈ કાપડીયા સહિત નિલેશ શાહ પ્રમુખ પતિ વ્યાસ સહિત આગેવાનો પણ શુભેચ્છા પાઠવી હતી વડનગર માં ભાજપના હોદ્દેદારો એ જંગી મહેનત થી જવલંત વિજય મેળવ્યો હતો


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain