શ્રી શિવશક્તિ નગર પ્રા.શાળા સામખયારી માં આઝાદી કા અમૃત મહોત્સવ ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

કચ્છ - ભચાઉ - સામખીયારી - તારીખ - ૧૨/૧૦/૨૦૨૧ મંગળવાર


શ્રી શિવશક્તિ નગર પ્રા.શાળા સામખયારી માં આઝાદી કા અમૃત મહોત્સવ ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.આજ રોજ તારીખ ૧૧/૧૦/૨૦૨૧ ના રોજ શ્રી શિવશક્તિ નગર પ્રા શાળામાં વિદ્યાર્થીઓ માં રહેલ વિવિધ કૌશલ્યો જેવા તે ચિત્રકલા કાવ્ય જ્ઞાન નિબંધ તથા વકૃત્વ વગેરે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે માટે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ ૬ થી ૮ ના  તમામ બાળકોએ ભાગ લીધો હતો જેમાં શાળા કક્ષાએ નિબંધ સ્પર્ધામાં રાઉમા જુબેર અકબરભાઈ તથા ચિત્ર સ્પર્ધામાં વર્મા મંજુબેન હરિશંકર તથા વકૃત્વ સ્પર્ધામાં રાઉમા સુહાના અકબરભાઈ તથા કાવ્ય જ્ઞાન માં રાઉમા અકશા બાનુ રફિકભાઈ અને કોલી સરિતાબેન વિનોદભાઈ ઉપરોક્ત વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ પ્રથમ ક્રમે મેળવેલ. આમ સામખયારી  સી.આર.સી.કક્ષાએ તમામ શાળાઓના પ્રથમ ક્રમાંક મેળવેલ બાળકોને આઝાદી કા અમૃત મહોત્સવ ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં સી.આર.સી.કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં વર્મા મંજુબેન હરિશંકર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તથા સીઆરસી કક્ષાની કાવ્ય જ્ઞાન સ્પર્ધામાં રાઉમાં અકશાબાનુ રફિકભાઈ અને કોલી સરિતાબેન  વિનોદભાઈ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરીને શિવશક્તિ પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ બાળકોને શાળાના આચાર્ય શ્રી નાનજીભાઈ એમ પટેલ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આમ બાળકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

અહેવાલ - નરેન્દ્ન રાજગોર

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.                                                                        

0/Post a Comment/Comments

Stay Conneted

Domain