મોરબી-તા-૩૧ ઓકટોમ્બર ૨૦૨૧
મોરબી બી.ડીવીઝન પોલીસ મથક પી.આઈ વીરલ પટેલન અને મુસ્લીમ સમાજના આગેવાનોની શાંતી સમિતિની બેઠક યોજાઈ
મોરબી મુસ્લીમ સમાજના યુવાનો દ્રારા કરવામા આવતી સોશ્યલ મીડીયાની કોમેન્ટો રોકી શાંતી સલામતી જાળવવા અંગે ચર્ચા કરાઈ
મોરબી લીલાપરરોડ પર જય અંબે ગૃપ દ્રારા આયોજીત એક જાહેર સભામા પ્રવકતા કાજલ હિંન્દુસ્તાની દ્રારા મોરબીમા મસ્જીદો દરગાહ તોડી પાડવા જેવા ઉશકેરણીજનક બફાટ ભાષણો કરી મોરબીની જનતાની શાંતી અને સલામતીને ઠેસ પહોચાડવા પ્રયાસ કર્યો હતો અને આવી ઉજકેરણીજનક ભાષણનો વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થતા મુસ્લીમોની લાગણી દુભાતા અમુક અણસમજુ યુવાનોએ બિભત્સ અશોભનાય કોમેન્ટો કરતા પોલીસે શાંતી જળવાય રહે તેવા હેતુથી યુવાનોની ધરપકડ કરી હતી ત્યારે સમાજના આગેવાનો પોલીસ મથકે દોડી ગયા હતા
જેમા મોરબી બી ડીવીજનના પી.આઈ. વીરલ પટેલ સાથે ચર્ચા વિચારણા કરી શાંતી જળવાય રહે અને યુવાનો દ્રારા સોશ્યલ મીડીયામા કરાતી અશોભનીય કોમેન્ટો અટકાવવા શાંતી સમિતિની બેઠકનુ આયોજન કર્યુ હતુ જેમા પી.આઈ વીરલ પટેલ અને બહોળી સંખ્યામા હાજર મુસ્લીમ સમાજના આગેવાનોએ એકબીજાના સહકારથી શાંતી સલામતી જાળવી રાખવા તેમજ યુવાનો સુધી અપીલ કરી ખોટી કોમેન્ટો અટકાવવા ચર્ચા કરી પોલીસ મથકમા પી.આઈ વીરલ પટેલ સાથે દિવાળીની મીઠાઈ ખાઈ શાંતી પુર્વક છુટા પડયા હતા.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત
અહેવાલ - ઈરફાન પલેજા
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો
Post a Comment