સુરત માં સલાબતપુરાનાં ભવાની મંદિરે નવાબે અઢી કિલો સોનાનો મુગટ ચઢાવ્યો હતો

ગુજરાત - સુરત - તારીખ - ૧૪/૧૦/૨૦૨૧ ગુરુવાર


સુરત માં સલાબતપુરાનાં ભવાની મંદિરે નવાબે અઢી કિલો સોનાનો મુગટ ચઢાવ્યો હતો
સુરત શહેરમાં માતાજીના અનેક ઐતિહાસિક મંદિરો છે. જેમાંથી સલાબતપુરાનું ભવાની માતાજી મંદિર પણ આસ્થાનું અનેરું કેન્દ્ર છે. જ્યાં નવાબે પોતે અઢી કિલો સોનાનું મુગટ ચઢાવ્યું હતું. આઠમના દિવસે આ મુગટ અને માતાજીને ચઢવાયેલા અમૂલ્ય આભૂષણોનો શણગાર કરવામાં આવે છે.


આ મંદિર ૨૧૬ વર્ષથી અડીખમ છે. આ મંદિરે મંગળવાર, રવિવાર અને પૂનમની આરતીના દર્શન માટે સંખ્યાબંધ ભક્તો આવે છે અને માતાજી તેમની સર્વ મનોકામના પૂર્ણ કરતી હોવાની માનતા છે. વર્ષ ૧૭૯૨ માં ગુણશંકર નામના ભક્તને પુનાની અંદર સ્વપન આવ્યું હતું કે તારે સૂર્યપુર બંદર તરફ જવાનું છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ એવા ગુણશંકર એક વર્ષ બાદ સંજોગોવસાત સુરત આવી પહોંચ્યા હતા. દરમિયાન ફરીવાર સ્વપનમાં દર્શન આપીને માતાજીનો આદેશ મળ્યો કે, સલાબતપુરા નવાબના કબજામાં આવેલા વિસ્તારના કુવા પાસે ભક્તિ કરો. ત્યારબાદ ગુણશંકર સ્વપ્નમાં માતાજીએ ચરણ પાદુકા આપી અને ખુદ કુવાની અંદર પુરાયેલા હોય બહાર કાઢવાનો આદેશ કર્યો હતો.


મંદિરનામહારાજપિયુષાનંદજીએ કહ્યું કે, ગુણશંકરે આ અંગેની જાણ નગરજનોને કરતા ઇ.સ.૧૮૦૨ માં માગસર સુદ છઠ્ઠને દિવસે માતાજીની મૂર્તિ કૂવામાં બહાર કાઢી હતી. માતાજી જે સમયે કુવામાંથી બહાર નીકળ્યા તે સમયે કુવાની અંદરથી સિંહના અવાજરૂપે ગર્જના સંભળાઇ હતી. જેથી માતાજીની મૂર્તિની આજુબાજુ બે નાના સિંહ પણ છે. જેને કારણે માતાજીનું નામ સિંહવાણી ભવાની માતાજી આપવામાં આવ્યું છે. પ્રથમ માતાજીનું દેરૂ ગુણશંકરના હાથે કુવાની નીચે જ સ્થાપવામાં આવ્યુ હતુ. ગુણશંકર મહારાજના સ્વર્ગવાસ બાદ ખંડેરાવજી નામના બ્રાહ્મણ દેરાની દેખરેખ કરતા હતા. ત્યાર બાદ ખંડેરાવજીને મળેલા આદેશને આધારે વર્ષ ૧૯૦૮માં માતાજીનો જીર્ણોદ્ધાર સંપન્ન થયો હતો અને નવું દેરૂ તે જ જગ્યા ઉપર બાંધવામાં આવ્યું હતું.


મહારાજ પિયુષાનંદજીએ કહ્યું કે, નવું દેરૂ બાંધતી વખતે પહેલા નવાબે ઇન્કાર કર્યો હતો. જો કે બાદમાં થયેલા અનુભવને આધારે નિર્માણની મંજૂરી આપી હતી. નવાબના હકની જમીન માતાજીના નામે કરી આપી હતી અને અઢી કિલો સોનાનું મુગટ પણ ચઢાવ્યું હતું. જે માણેક, પન્ના, નિલમ જેવા અમૂલ્ય નંગોથી જડિત છે. મહત્વની વાત એ છે કે બે વર્ષથી કોરોનાને કારણે માતાજીને સોનાના આભૂષણો અર્પણ કરાયા ન હતા જે આજે તેમને વિધિવત રીતે અર્પણ કરાયા છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત 

અહેવાલ - સુનિલ ગાંજાવાલા સુરત

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain