ભચાઉ તાલુકા ના વાઢિંયા ગામે બાળાઓ અને યુવાનો દ્રારા નવરાત્રીમા અર્વાચિન રાસ ગરબાની રમઝટ

કચ્છ - ભચાઉ - કચ્છ - તારીખ - ૧૫/૧૦/૨૦૨૧ શુક્રવાર


ભચાઉ તાલુકા ના વાઢિંયા ગામે બાળાઓ અને યુવાનો દ્રારા નવરાત્રીમા અર્વાચિન રાસ ગરબાની રમઝટ



અંબિકા મિત્ર મડળ અને સમસ્ત ગ્રામજનો દ્રારા જુની પરંપરા જાળવી રાખવા માટે ભચાઉ તાલુકાનાં વાઢિંયા ગામે વર્ષોથી હિન્દુ મુસ્લીમ એકતા સાથે તમામ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવે છે અને આખુ ગામ હોશેહોશે જોડાયને સહકાર આપે છે ત્યારે નવલા નોરતાના તહેવારમા મા શકિતની આરાધના અને પુજા માટે નવરાત્રીના અબિકા મિત્ર મંડળ ગરબી મંડળ તથા સમસ્ત ગ્રામજનોના સહકારથી ભવ્ય આયોજન કરવામા આવે છે જેમા ગામની બાળાઓ અને છોકરાઓ દ્રારા જુના અર્વાચિન ગરબાઓની રમઝટ બોલાવે છે તેમજ ગામના યુવાનો પણ અર્વાચિન રાસ ગરબાની તાલે ઝુમી ઉઠે છે



નવરાત્રીના તહેવારમા વાઢિંયા ગામે મા જગદંબા મા શકિતની આરતી ઉતારવા ગ્રામજનો દ્રારા આજે પણ આજે અર્વાચિન પરંપરા જાળવી રાખવા ગ્રામજનો દ્રારા પ્રયાસો કરવામા આવે છે વાઢિંયા ગામમા ઐતિહાસિક ભુતોશ્વર મહાદેવ, ગોરાભગત મંદિર અને કલ્યાણેશ્વર નુ મંદિર આવેલુ છે આ નવરાત્રીના તહેવારમા ગ્રામજનો દ્રારા દરરોજ અવનવી પ્રસાદી નાસ્તોનુ આયોજન કરી આનંદ મેળવે છે.






રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain