પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ હેડ ક્વાટર શિણાય મધ્યે જિલ્લા કક્ષાનો ૭૨ મો વન મહોત્સવ ઉજવવામા આવ્યો

qકચ્છ - ગાધીધામ - તારીખ - ૫/૧૦/૨૦૨૧ મગળવાર


આજ રોજ અત્રેના પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ હેડ ક્વાટર શિણાય મધ્યે જિલ્લા કક્ષાનો ૭૨ મો વન મહોત્સવ ઉજવવામા આવ્યોઆ વન મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી તથા નગરપાલિકાના પ્રમુખ શ્રી ઈશીતાબેન ટીલવાણી તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અનિલભાઈ જૈન તથા ઉપપ્રમુખ શ્રી તેજાભાઈ કાનગડ તથા સેક્રેટરી શ્રી મહેશભાઈ તિર્થાણીનાઓ હાજર રહેલ હતા અને પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા , શ્રી કે.જી.ઝાલા અને શ્રી વી.આર.પટેલ નાઓ તથા પોલીસ અધિકારી / કર્મચારી / જી.આર.ડી સભ્યો / હોમગાર્ડ જવાનોની હાજરીમાં આ વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ અને પોલીસ હેડક્વાર્ટરના કમ્પાઉન્ડમાં અલગ અલગ પ્રકરાના વૃક્ષોનુ વાવેતર કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પધારેલ તમામ મહાનુભવો તથા પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા વૃક્ષોનુ વધારેમાં વધારે વાવેતર કરવા અને તેનુ જતન કરવા માટે અપીલ કરવામા આવેલ તેમજ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તેમજ પોલીસ લાઈનોમાં આશરે ૧૧૦૦ જેટલા અલગ અલગ પ્રકારના વૃક્ષોનું  વાવેતર કરવામા આવ્યુ
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

અહેવાલ - ધનસુખભાઈ ઠક્કર સામખીયાળી

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain