ભારતીય બનાવટની ઇંગ્લીશદારૂની ૨૦૦ બોક્ષ ( ૨૪૦૦ નંગ ) નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મુંદરા પોલીસ

કચ્છ - મુંદ્રા - તારીખ  - ૫/૧૦/૨૦૨૧ મગળવારવાર


મુંદરા પોલીસ સ્ટેશન પ્રેસ નોટ તા -૦૫ / ૧૦ / ૨૦૨૧ 


ભારતીય બનાવટની ઇંગ્લીશદારૂની ૨૦૦ બોક્ષ ( ૨૪૦૦ નંગ ) નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મુંદરા પોલીસ મહે , પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસીંઘ સાહેબ , પશ્ચિમ કચ્છ - ભુજનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી જુગારની બદી નેસ્ત - નાબુદ કરવા પ્રોહીબીશનની સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોઇ , જે અંગે કેશો કરવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ કામગીરી કરવા સુચના આપેલ હોઇ , જે આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.આર.બારોટ સા . મુંદરા પોલીસ સ્ટેશન નાઓ તથા મુંદરા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ દિનેશભાઇ મનુભાઇ ભટ્ટી તથા પો.કોન્સ . હરજીભાઇ દેવાંધભાઇ ગઢવી નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે , ભુજપુર ઓ.પી. વિસ્તારના નવીનાળ ગામની સિમ વિસ્તારમાં ઇંગ્લીશદારૂની ગાડીનુ કટીંગ થનાર છે . તેવી ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી હકિકત મળતા જે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબનો પ્રોહી મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . 


આરોપીઓ (૧) ટ્રક નં જીજે.૧૨.વાય ૭૯૪૫ વાળીનો ચાલક - (ર) ઇંગ્લીશ દારૂ મંગાવનાર ઇસમ (૩) ઇંગ્લીશ દારૂ સપ્લાય કરનાર ઇસમ કબ્જે કરેલ મુદામાલ : (૧) ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂની મેકડોલ્સ નં -૦૧ વ્હિસ્કી ફોર સેલ ઇન હરીયાણા લખેલ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ -૨૪૦૦ જેની કિં.રૂ ૯,૦૦,૦૦૦ / (૨) ટ્રક નં જીજે.૧૨.વાય ૭૯૪૫ જેની કિં.રૂ. ૬,૦૦,૦૦૦ / (૩) નોકીયા કંપનીનો સાદો મોબાઇલ ફોન કિં.રૂ. ૨૦૦૦ / એમ કુલ્લે કિં.રૂ .૧૫,૦૨,૦૦૦ / - નો મુદ્દામાલ કબ્જે કરેલ છે . 


આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ : આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેકટર શ્રી એમ.આર.બારોટ સા . તથા એ.એસ.આઇ દિનેશભાઇ મનુભાઇ ભટ્ટી તથા પો.હેડ કોન્સ . રવજીભાઇ ગોવિંદભાઇ બારડીયા તથા પો.હેડ કોન્સ , જયંતીભાઇ બાબુજી માજીરાણા તથા પો.હેડ કોન્સ . મહાવિરસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ . મહિપતસિંહ વજુભા વાઘેલા તથા પો.હેડ કોન્સ . ભીમશીભાઇ હરશીભાઇ ગઢવી તથા પો.કોન્સ . હરજીભાઇ દેવાંધભાઇ ગઢવી તથા પો.કોન્સ. મથુરજી બચુજી કુડેચા નાઓ જોડાયા હતા .


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain