ઘુડખર અભયારણ્ય વિભાગમાં બજાણા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી

કચ્છ - રાપર - તારીખ - ૦૨/૧૦/૨૦૨૧ શનીવાર


ઘુડખર અભયારણ્ય વિભાગમાં બજાણા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીઘુડખર અભયારણ્ય વિભાગ દ્વારા તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીનો આજરોજ બજાણા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. બજાણા ખાતે ઈન્ટરપ્રીટેન્શન સેન્ટરના હોલમાં વન્યપ્રાણી ફોટોગ્રાફનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં વિવિધ ફોટોગ્રાફરો દ્વારા કચ્છના નાના રણમાં લેવામાં આવેલા વન્યપ્રાણી અને રણના પરિસરીય તંત્રને લગતા ફોટોગ્રાફનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે. આ કાર્યક્રમનું ઉદઘાટન દસાડા-પાટડી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રશાંતભાઈ ડોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા ન્યાય સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ મેરાણી, બજાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અશરફખાન તથા માલધારી સમાજ પ્રાદેશિક સંઘના પ્રમુખ શ્રી જીવાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઘુડખર અભયારણ્ય વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રજ્ઞેશ દવે દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં માનવજીવનને ટકાવી રાખવા માટે તથા જીવનધોરણ સંતુલિત રીતે ઉચ્ચ સ્તરે લઈ જવા માટે વન, વન્યપ્રાણી અને પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન થકી સર્વાંગી વિકાસ માટે સમજ આપવામાં આવી હતી. આ પ્રદર્શનમાં ઘુડખર અભયારણ્યમાં આવતા પ્રવાસીઓને ગાઈડની સેવા આપતા યુવાનોએ પાડેલા ફોટોગ્રાફનો પણ સમાવેશ કરીને તેઓને પ્રોત્સાહન આપવામાં આવેલ. આ પ્રસંગે મહાનુભાવોએ તેમના વક્તવ્યમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા ભારતના દ્વિતિય વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain