રાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અસામાજીક તત્વો સામે પગલાં લેવા પોલીસ મા રાવ કરી

કચ્છ - રાપર - તારીખ - ૨૩/૧૦/૨૦૨૧ શનિવાર


રાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અસામાજીક તત્વો સામે પગલાં લેવા પોલીસ મા રાવ કરી 



આજે રાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા તા ૨૨/૧૦/૨૦૨૧ ના રોજ રાપર પોલીસ મથકે હોસ્પિટલમાં પડયા રહેતા અસામાજિક તત્વો અને વગર પરમીશને વિડિયો શૂટિંગ કરી આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ ને હેરાનગતિ કરી બ્લેક મેઇલ કરતા તત્વો સામે 


આજ રોજ રાપર શહેર ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટરો તેમજ સ્ટાફ દ્વારા રાપર પોલીસ સ્ટેશન ખાતે અસામાજિક તત્ત્વો દ્વારા અપાતા ત્રાસ તેમજ સરકારી કાર્યો માં અડચણ આપતા વ્યક્તિઓ વિશે નિવેદન આપવા માં આવ્યું.શહેર ના જ અમુક લોકો દ્વારા ખોટી રીતે વીડીઓ ગ્રાફી કરવી લોકો ને ખોટી રીતે ડોક્ટરો પ્રત્યે ઉકશાવવા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ ને માનસિક ત્રાસ આપવો વગેરે જેવી ગેરરીતિ કરવા માં આવે છે. ડોક્ટર તેમજ પેરમેડિકલ સ્ટાફ છેલ્લા ૩ વર્ષ થી કોરોના ની મહામારી સામે લડી રહ્યો છે. ત્યારે આવા અસામાજિક લોકો દ્વારા મેડિકલ સ્ટાફ ને ત્રાસ અપાય તે દયનીય કહેવાય. 


આવા વ્યક્તિ ઓ નો ત્રાસ બંધ થાય તેમજ શાંતિ રૂપે દવાખાના માં કામ થાય તેના માટે અધિક્ષક ડોક્ટર આર. એસ. કુમાર અને અન્ય પેરા મેડીકલ સ્ટાફ ના લોકો દ્વારા રાપર પોલીમથકમાં જાણ કરેલ હતી આ અંગે રાપર પોલીસ દ્વારા રાપર સીએચસી ખાતે વગર પરમીશને વિડિયો શૂટિંગ કરતા તત્વો અને લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવા મા આવશે તેવી હૈયાધારણા રાપર સીએચસી ના આરોગ્ય સ્ટાફ ને આપી હતી જો આ અંગે કોઈ પગલાં લેવા મા નહિ આવે તો આરોગ્ય સ્ટાફ કામગીરી થી દૂર રહેશે તેમ ચિમકી ઉચ્ચારી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain