આયોજનબદ્ધ રીતે નિયમિત પહેલાની જેમ વીજ પુરવઠો પુરતો મળી રહે તે માટે કંપનીની પ્રતિબદ્ધતા

રાજ્યમાં વીજ કાપ અને તીવ્ર અછત અંગેની ગેરસમજોને ન માનવા ગ્રાહકોને નમ્ર અપીલ કરતી યુ.જી.વી.સી.,એલ


આયોજનબદ્ધ રીતે નિયમિત પહેલાની જેમ વીજ પુરવઠો પુરતો મળી રહે તે માટે કંપનીની પ્રતિબદ્ધતા                                  મનેજીંગ ડિરેકટર ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ કે.એસ.રંધાવા


મહેસાણા તમામ ગ્રાહકોની વીજ માંગને સંતોષવા માટે પૂરતા પ્રમાણમાં આયોજન કરેલ છે.ગ્રાહકોની વીજ માંગને પૂરી કરવા રાજ્ય સ્થિત તેમજ રાજ્ય બહારના વિવિધ વીજ મથકોમાંથી વીજળી મેળવવામાં આવે છે. તેવું ઉત્તર ગુજરાત વીજ કંપનીના વીજ ગ્રાહકો જોગ પાવર પરિસ્થિતિ બાબતે સ્પષ્ટતા સાથે નિવેદન કરેલ છે.

યુ.જી.વી.સી.એલના એમ.ડી કે.એસ.રંધાવાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવમાં થયેલ તીવ્ર વધારા, ગેસની સીમિત ઉપલબ્ધતા અને હંગામી ધોરણે ટેકનિકલ કારણોથી બંધ થયેલ જીસેકના વીજ મથકોને કારણે રાજ્યમાં સ્થિત વીજ મથકોમાંથી મળતા વીજ ઉત્પાદનનાં જથ્થામાં અસર થયેલ છે. 

યુ.જી.વી.સી.એલના એમ.ડી કે.એસ.રંધાવાએ ઉમેર્યું હતું કે હંગામી ધોરણે ઉદભવેલ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અને તેની હસ્તકની વીજ કંપનીઓ દ્વારા તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ટેકનિકલ કારણોથી અસરગ્રસ્ત થયેલ વીજ એકમોને તેની સંપૂર્ણ ક્ષમતાએ પુનઃ કાર્યરત કરવા માટે પગલાઓ લેવામાં આવેલ છે. 

એમ.ડી.રંધાવાએ ઉમેર્યું હતું કે હાલ વીજ ઉત્પાદન અંગેની ઉદભવેલ પરિસ્થિતિને નિવારવા રાજ્ય સરકાર દ્વારા તમામ પગલાઓ લેવામાં આવેલ છે અને આગામી ૧-૨ દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ થઈ જશે. રાજ્યમાં વીજ કાપ અને તીવ્ર અછત અંગેની ગેરસમજોને ન માનવા ગ્રાહકોને નમ્ર અપીલ છે.

એમ.ડી.રંધાવાએ ઉમેર્યું હતું ઉત્તર ગુજરાતમાં ૪ લાખ ખેતીવાડી વીજ જોડાણોને કુલ વપરાશના ૪૫ ટકા વીજ પુરવઠો દરરોજ પૂરો  પાડવામાં આવે છે.આયોજનબદ્ધ રીતે નિયમિત પહેલાની જેમ વીજ પુરવઠો પુરતો મળી રહે તે માટે અમો પ્રતિબદ્ધ છીએ. વીજ વિતરણ અંગે અસુવિધા દરગુજર કરશો અને ધીરજ ધરીને સાથ સહકાર આપવા અનુંરોધ કરેલ છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain