મોરબી જીલ્લા શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા જાગૃતી સેમિનારનુ ભવ્ય આયોજન કરાયુ

ગુજરાત - મોરબી - તારીખ - ૨/૧૦/૨૦૨૧ શનીવાર


મોરબી જીલ્લા શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા જાગૃતી સેમિનારનુ ભવ્ય આયોજન કરાયુસેમિનારમા કર્મનિષ્ઠ પોલીસ કર્મચારીઓ સામાજીક કાર્યકરો અને વેપારીઓનુ સાલ અને શિલ્ડથી સન્માન કરવામા આવ્યુ હતુમોરબી જીલ્લા- શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા છેલ્લા ચોવીસ વર્ષથી સરકારી પોલીસ કર્મચારીઓ બેંક કર્મચારીઓ રેલ્વે કર્મચારીઓ સામાજીક કાર્યકરો અને વેપારીઓને સન્માનિત કરી પ્રોહત્સાહન પુરુ પાડવામા આવે છે.ત્યારે આ વર્ષે પણ મોરબી જીલ્લા શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક જાગૃતિ શીબીરનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા રાજકોટ શહેર - જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રીમતિ રમાબેન માવાણી ટંકારા તાલુકાના પ્રમુખશ્રી ગોતમ વામજા માળીયા મિંયાણા તાલુકા પ્રમુખશ્રી રજાક બુખારી પુર્વ સાંસદ રામજીભાઈ માવાણી સામાજીક કાર્યકર હિરલબેન વ્યાસ સહિતના ઉપસ્થિત રહ્યા હતાઆ જાગૃતિ સેમિનારમા ૫૮ કર્મનિષ્ઠ કર્મચારીઓ વેપારીઓ સામાજીક કાર્યકરોને સાલ અને શિલ્ડ આપી સન્માનિત કરવામા આવ્યા હતા તેમજ મોરબીના ગોવરવ સમાન પાંચ વ્યકતિઓનુ સન્માન કરી પ્રોહત્સાહિત કરવામા આવ્યા હતા સન્માનિત લોકોનુ જાગૃતી શિબિરમા સન્માન થતા હર્ષ જોવા મળી રહયો હતો આ સેમિનારમા મોરબી જીલ્લા એસ.પી ઓડેદરા તેમજ નિવાસી કલેકટરશ્રી મુછારે શુભેચ્છા સંદેશ પાઠવી અભિનંદન આપ્યા હતા આ ગ્રાહક જાગૃતી સેમિનારમા બેંક મેનેજર તથા સ્ટાફ પુરવઠા શાખાના કર્મચારીઓ બાર એસોશિયન પ્રમુખ દીલીપ અગેચણીયા જગદીશભાઈ રાવલ ગીરધરભાઈ જોષી ધનશ્યામસિંહ ઝાલા અલપેશભાઈ સહિતના મહેમાનોએ હાજરી આપી જાગૃતી સેમિનારમા વકતવ્ય આપી જાગો ગ્રાહક જાગો અંગે જાગૃત કરવા પ્રયાસો કર્યા હતા


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મોરબી જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - રજાક બુખારી સાથે ગોપાલ ઠાકોર

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain