સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ દ્વારા વિશ્વ સેરેબ્રલ પાલ્સી (દિવ્યાંગ) દિવસ નિમિતે રેલીનુ આયોજન કરવામાં આવ્યું

 ગુજરાત - તારીખ - ૬/૧૦/૨૦૨૧ બુધવાર


સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ દ્વારા

વિશ્વ સેરેબ્રલ પાલ્સી (દિવ્યાંગ) દિવસ નિમિતે રેલીનુ આયોજન કરવામાં આવ્યું. સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ ( દિવ્યાંગ- અનાથ બાળકો માટેની સંસ્થા ) દ્વારા તારીખઃ– ૬/૧૦/૨૦૨૧ ના રોજ વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણીનુ આયોજન કરવામા આવેલ. જેમો સંસ્થા દ્વારા સવારે ૮ : ૩૦ વાગ્યે થી ૯ઃ ૩૦ વાગ્યા સુધી રેલી કાઢવામા આવેલ. જમેનો રૂટ જુનાગઢના શહિદ પાર્ક થી પ્રસ્થાન કરી કાળવા ચોક સુધી રાખવામા આવેલ. જેમા ટ્રેકટર અને વ્હીલચે૨મા દિવ્યાંગોને બેસાડીને રંગલા રંગલીના નાટક સાથે રેલીનુ આયોજન કરવામા આવેલ છે. 


આ રેલીને જિલ્લા બાળ કલ્યાણ સમિતીના ચે૨૫ર્સન ગીતાબેન માલમ, કાનુની સેવા સતા મંડળના સચિવ પી. એમ. આટોદરીયા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી. મહિડા  દ્વારા રેલીને લીલી ઝંડી આપી હતી. આ રેલીનો ખાસ ઉદ્દેશ્ય સમાજમા દિવ્યાંગો પ્રત્યેની જાગૃતિ લાવવાનો  સંસ્થા દ્વારા વિશેષ પ્રયત્ન કરવામા આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત

અહેવાલ -  યજ્ઞેશ ભટ્ટ  સાથે ધર્મેશ સોઢા જુનાગઢ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨

0/Post a Comment/Comments

Stay Conneted

Domain