ગુજરાતની કથળેલી આર્થિક સ્થિતિ અને વધી રહેલા દેવાની ચિંતા કોણ કરશે?

ગુજરાતની કથળેલી આર્થિક સ્થિતિ અને વધી રહેલા દેવાની ચિંતા કોણ કરશે?


નમસ્કાર મિત્રો જય ગુજરાત

          

આપણાં ગુજરાતનું 2021- 22 નું બજેટ ₹ 2,23,920.40 લાખ કરોડ છે આ બજેટમાં જાહેર દેવું 22.55 ટકા ગણતરીમાં લેવામાં આવ્યું છે એટલે કે સરકાર આ વર્ષે દેવું કરીને ₹ 50,501 હજાર કરોડ લાવશે અને સરકાર 10.86 ટકા એટલે કે ₹ 24,330 હજાર કરોડ જૂના દેવાનું વ્યાજ અને હપ્તો ચૂકવશે દર વર્ષે આજ પ્રકારે ગુજરાતનું દેવું વધતું જાય છે અને અત્યારે આપણા ગુજરાત ઉપર રૂપિયા ત્રણ લાખ કરોડથી વધુ રકમનું દેવું થઈ ગયું છે આ રકમ ગુજરાતના વાર્ષિક બજેટ કરતાં લગભગ દોઢ ગણી છે 

        

ગુજરાતના નવા મુખ્યમંત્રીશ્રી કે નવા મંત્રીશ્રીઓ માંથી કોઈ માનનીયશ્રી આર્થિક બાબતોના એટલાં જાણકાર છે કે જેઓ વર્ષ 2022- 23 નું બજેટ એક પણ રૂપિયાનાં જાહેર દેવા વગરનું બનાવી શકે? જો આજ રીતે સરકાર દર વર્ષે હજારો કરોડનું દેવું કરતી રહેશે તો આપણા ગુજરાતનું દેવું ક્યાં જઈને અટકશે? આ દેવું ભરપાઈ કેવી રીતે થશે એની ચિંતા દેવું વધારતી રહેતી સરકારને છે ખરી? આપણે એક નાગરિક તરીકે ગુજરાતની કથળી રહેલી આર્થિક સ્થિતિની ચિંતા કરવાની જરૂર નથી? આપણે સરકારને સવાલ કરવો જોઈએ કે ગુજરાતનું દેવું કેમ વધતું જાય છે? બાકી સરકારો આજ રીતે દેવું વધારતી જશે જે ભરપાઈ કરવા છેલ્લે ગુજરાતની મિલ્કતો વેંચવાનો વખત આવશે 

         

મિત્રો આપણું ગુજરાત સમૃદ્ધ ત્યારે જ કહેવાય જ્યારે ગુજરાત ઉપર એક રૂપિયો પણ દેવું ન હોય આપણે બીજા વિષયોની સાથે મુખ્ય વિષય એટલે કે ગુજરાતની આર્થિક સ્થિતિ અને બજેટ બાબતે પણ ધ્યાન આપવું જોઈએ કારણકે બજેટમાં ફાળવણી વગરનું કોઈજ નિયમિત કામ કરી શકાતું નથી અને આર્થિક સ્થિતિ સારી ન હોય એ સરકાર રાજ્યના આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પંચાયત, શહેરી વિકાસ, રોજગારી, પગારધોરણ.. વગેરે વિભાગમાં જરૂરી નાણાં ફાળવી શકતી નથી જેના કારણે ગુજરાત રાજ્યની જનતાને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે 

           

આગામી 2022ની ચૂંટણીમાં બહુમતીના દાવા કરી રહેલા પક્ષોમાંથી કોઈ રાજકીય પક્ષ પાસે ગુજરાતને કેવી રીતે અને કેટલા સમયમાં દેવામુક્ત કરી શકાય એની કોઈ બ્લુ પ્રિન્ટ છે? જો કોઈ પક્ષ પાસે ગુજરાતનું વધતું દેવું રોકવા તેમજ ચડી ગયેલું દેવું ભરપાઈ કરવા બાબતની સ્પષ્ટ આર્થિક નીતિ ન હોય તો 2022 માં આપણે શું કરવું જોઈએ? આપનું મંતવ્ય જણાવવા નમ્ર વિનંતી છે આભાર સહ


ATUL DAVE -98259 26951

(પ્રમુખ - ગુજરાત નવનિર્માણ સેના)


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain