રાપર ની નાનકડી બાળા એ વિકલાંગો સાથે ઉજવણી કરી
રાપર હાલ દિપોત્સવ ના પાવન દિવસો તથા હઝરત મહંમદ પયગંબર સાહેબ ના જન્મ દિવસ ના પવિત્ર મહીનો ચાલી રહ્યો છે .. સાથે સાથે આજે અખંડ ભારતના શિલ્પી આઝાદી ના ઘડવૈયા એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પણ જન્મ જયંતી હોઇ તમામ પ્રસંગો ને એકસાથે આવરી લઇ ને આજે રાપર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તથા કચ્છ જિલ્લા ગુજરાત ઘાંચી યંગ કમીટી ના સંગઠન મંત્રી રમઝાન મહિડા એ આજના દિવસે એમની પુત્રી ફિઝા બાનુ નો જન્મ દિવસ રાપર ખાતે આવેલી માનસીક વિકલાંગો ની સંસ્થા માં માનસિક વિકલાંગોસાથે ઉજવી ને મીઠાઇ નું વિતરણ કરી ને ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રાડા ના પુર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી કેશુભા ભાઇ વાઘેલા ક્ષત્રિય યુવા અગ્રણી તથા ભાજપ અગ્રણી ભીખુભાભાઇ સોઢા માલી સમાજ ના પ્રમુખ તથા ભાજપ અગ્રણી નીલેશભાઈ માલી પટેલ સમાજ અગ્રણી નગરપાલીકા અધ્યક્ષા ના પ્રતિનિધિ વાલજીભાઇ વાવિયા રાપર શહેર ભાજપ ના મહામંત્રી લાલજી ભાઇ કારોતરા જૈન અગ્રણી ધર્મેન્દ્ર ભાઇ કચ્છી મંત્રી જાનખાન બ્લોચ રાપર શહેર ભાજપ લઘુમતી મોરચાના આરબ તુર્કીયા.નિઝામ મનસુરી ઇસ્માઇલ ટાંક તથા સામાજિક અગ્રણી હાજી અબ્દુલ રહેમાન સાથે ઘાંચી યંગ કમીટી ના જાવેદ મહિડા લતીફ ઘાંચી મુસ્તાક રહીમ મોઢીયા તથા બહોળો મીત્ર વર્ગ તથા રમઝાન મહિડા ના પરીવાર જનો એ ફિઝા બાનુ નો જન્મ દિવસ માનસીક વિકલાંગો સાથે ઉજવી ખુશીઓ વ્યક્ત કરી ફિઝા બાનુ ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવવા ની સાથે જન્મ દિવસ માનસીક વિકલાંગો સાથે ઉજવવા નું આયોજન બદલ મહિડા પરીવાર દ્વારા કરવામાં આવેલ.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment