રાપર તાલુકા મા વેકશીનેશન ની કામગીરી હાથ ધરવામાં આવી વેક્શીન લેવા મા લોકો ની ઉદાનશીતા બહાર આવી

 કચ્છ - રાપર - તારીખ - ૧૦/૧૦/૨૦૨૧ રવીવાર


રાપર તાલુકા મા વેકશીનેશન ની કામગીરી હાથ ધરવામાં આવી વેક્શીન લેવા મા લોકો ની ઉદાનશીતા બહાર આવી!



રાપર આજે સમગ્ર કચ્છ જિલ્લા મા મહા વેકશીન નો કાર્યક્રમ જિલ્લા ના વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો જે અંતર્ગત વાગડ વિસ્તારના રાપર તાલુકા મા પણ હાથ ધરવામાં આવેલ પરંતુ રાપર તાલુકાના અનેક ગામોમાં હજુ સુધી લોકો વેકશીન લેવા માટે આગાળ આવતા નથી તેનું કારણ એ છે કે વેકશીન લઈ લીધા પછી લોકો ને તકલીફ થાય છે તેવા સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ ના લીધે લોકો વેકશીન લેવા આગળ આવતા નથી રાપર તાલુકા મા વેકશીનેશન ખુબ ઓછા પ્રમાણમાં છે ત્યારે જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા એ રાપર તાલુકા મા વેકશીનેશન ની કામગીરી અંગે નોડેલ અધિકારી તરીકે પ્રાંત અધિકારી કલ્પેશ કોરડીયા સહિત ના અધિકારીઓ ની નિમણૂક કરી છે તે મુજબ આજે રાપર તાલુકા ના જુદા જુદા ગામોમાં અને વાંઢ વિસ્તારમાં તેમજ પરા વિસ્તારમાં વેકશીન લેવા માટે લોકો સમજાવવા માટે રાપર તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા નાયબ મામલતદાર નિકુલસિંહ વાધેલા ડો. રીંકુ પ્રજાપતિ તલાટી કિશોર સિંહ વાધેલા તેમજ ખુદ પ્રાંત અધિકારી કોરડીયા સહિત ના અધિકારીઓ એ મુલાકાત લીધી હતી છતાં પણ લોકો આગળ આવ્યા ના હતા 



આજે રાપર તાલુકા મા વેકશીન ના ૫૫૦૦ ના ટાર્ગેટ સામે માંડ માંડ એક હજાર જેટલા લોકો એ વેકશીન લીધી હતી રાપર તાલુકામાં વેકશીન અં-ગે વહિવટી તંત્ર કડક પગલાં નહી ભરે તો રાપર તાલુકામાં વેકશીન લેવા મા લોકો આગળ આવે. નહિતર ગમે તે મુજબ સમજણ આપો છતાં વેકશીન લેવા માટે આગાળ આવતા નથી વેકશીન બાબતે પણ વાગડ સૌથી પાછળ રહ્યું છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.ખ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain