રાપર સહિત વાગડ વિસ્તારમાં આઠ વર્ષ થી સેવા ની સુવાસ ફેલાવતું જલારામ ગૃપ

કચ્છ - રાપર - તારીખ - ૧૭/૧૦/૨૦૨૧ રવીવાર


રાપર સહિત વાગડ વિસ્તારમાં આઠ વર્ષ થી સેવા ની સુવાસ ફેલાવતું જલારામ ગૃપ




રાપર વાગડ વિસ્તારના રાપર તેમજ ભચાઉ તાલુકાના સામખીયારી લાકડીયા ભચાઉ સહિત ના વિસ્તારોમાં છેલ્લા આઠ વર્ષથી વાગડ પંથકમાં સેવા ની સુવાસ જલારામ ગૃપ રાપર દ્વારા કરવામાં આવી રહી છે જેમાં આઠ વર્ષ અગાઉ રાપર ના યુવાનો દ્વારા જલારામ ગૃપ ની સ્થાપના કરવામાં આવી હતી જેમાં શૈલેષ ભીંડે નયન સુરૈયા ડાયાલાલ ઠાકોર રાહુલ ઠક્કર ભાવિક કોટક ધનસુખ સાયતા સહિત ના યુવાનો એ જલારામ ગૃપ ની સ્થાપના કરી હતી જેમાં આજે એક સો થી વધુ લોકો જોડાયા છે અને માનવ સેવા તેમજ અબોલ પશુઓ અને પક્ષીઓ પ્રત્યે કરુણા ની ભાવના તેમજ સામખીયારી ખાતે આવેલા માવતર અનાથાશ્રમ અને રાપર ના વિકલાંગ ટ્રસ્ટ ના વિકલાંગ માટે સેવા કિય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે તો અબોધ પશુઓ માટે ઘાસચારો અને કુતરાઓ માટે લાડુ તેમજ રોટલા આપી તેમની જઠરાગ્નિ શાંત કરી રહ્યા છે દર રવિવારે જલારામ ગૃપ દ્વારા કોઈ ને કોઈ રીતે માનવ સેવા પ્રવૃત્તિઓ કરવા મા આવી રહી છે તો જે વ્યક્તિ નો જન્મદિવસ હોય કે લગ્ન તિથિ હોય કે પછી વડિલો ને શ્રદ્ધાંજલિ આપવા મા આવી યથા યોગ્ય ફંડ આપી જલારામ ગૃપ ને સેવાકીય પ્રવૃત્તિઓ મા સહભાગી બની રહયા છે તો અનાથ બાળકો અને ગરીબ વર્ગના લોકો માટે વાર તહેવારે મિઠાઇ કપડાં તેમજ સાત્વિક ભોજન સહિત ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જલારામ ગૃપ ના શૈલેષ ભીંડે એ જણાવ્યું હતું કે અમો રાપર તેમજ ભચાઉ તાલુકાના જુદા જુદા ગામોમાં સેવાકીય પ્રવૃત્તિઓ મા સહભાગી થવા માટે બનતી કોશિશ કરી રહ્યા છીએ તો કોરોના કાળમાં ઓક્સિજન સિલિન્ડર તેમજ વેકશીનેશન સેન્ટર ની પ્રવૃત્તિઓ કરવા મા આવી હતી તો કોવિશીલ્ડ હોસ્પિટલમાં ટીફીન સેવા સહિત ની કામગીરી હાથ ધરવામાં આવી હતી રાપર શહેરમાં રખડતા ઢોરો ને ઘાસચારો તેમજ અબોલ જીવોને ચણ રોટલા ની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે આમ વાગડ વિસ્તારમાં દિવસે દિવસે જલારામ ગૃપ ની સેવાકીય પ્રવૃત્તિઓ વધુ મા વધુ હાથ ધરવામાં આવી રહી છે જેમાં સંસ્થા ના સદસ્યો દર મહિને પચાસ રૂપિયા નું કે તેથી વધુ પ્રમાણમાં ફંડ આપી સેવાકીય પ્રવૃત્તિઓ મા સહભાગી થઈ રહ્યા છે.
















રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain