રાપર અર્બન મા વેકશીન અંગે ની કામગીરી પૂર્ણતા ના આરે

રાપર અર્બન મા વેકશીન અંગે ની કામગીરી પૂર્ણતા ના આરે
રાપર હાલ કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી થી બચવા માટે વેકશીન આપવા મા આવી રહી છે ત્યારે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામોમાં વેકશીન લેવા માટે લોકો મા નિરસતા જોવા મળે છે ત્યારે રાપર તાલુકા ના અનેક ગામોમાં દસ ટકા પણ લોકો એ વેકશીન લીધી નથી તાલુકા મા ૧.૧૨.૮૯૦ વેકશીનેશન ના ડોઝ આપવા મા આવ્યા છે ત્યારે રાપર તાલુકાના અનેક ગામોમાં પ્રથમ ડોઝ પણ લોકો લેવા માટે આગાળ આવતા નથી ત્યારે આરોગ્ય તંત્ર અને વહીવટી વિભાગ ઉંધા માથે થયું છે રાપર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વધુ વસ્તી ધરાવતા ગામો જોઈએ તો ગેડી. આડેસર પલાંસવા ભીમાસર ફતેહગઢ રામવાવ બાલાસર ચિત્રોડ નિલપર બાદરગઢ ગાગોદર માખેલ સણવા મોડા બેલા રવ સુવઈ સહિત ના ગામો ની વસ્તી દસ હજાર થી ઉપર ની છે તો રાપર તાલુકાના આવા ગામો મા પણ વેકશીનેશન ની કામગીરી નહિવત છે ત્યારે રાપર અર્બન હેલ્થ સેન્ટર ને રાપર શહેર મા વેકશીન અંગે ૧૯૨૨૧ નો ટાર્ગેટ આપવામાં આવયો હતો ત્યારે તેની સામે ૧૫૨૩૪ લોકો ને વેકશીન આપવા મા આવી ગઈ છે આ માટે અર્બન હેલ્થ સેન્ટર ના ડો પૌલ નગરપાલિકા ના ચીફ ઓફિસર મૌલિક વૈશ તેમજ જુદી જુદી સમાજ ના આગેવાનો અને કાર્યકરો એ જહેમત ઉઠાવી દરેક સમાજવાડી ખાતે વેકશીન કેમ્પ યોજાયો હતો હજુ પણ વેકશીન અંગે ની કામગીરી પૂર્ણતા ના આરે છે દરરોજ પાંચ સો જેટલા શહેરીજનોને વેકશીન આપવા મા આવી રહી છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વેકશીન અંગે કોઈ માહિતી કે જાણકારી આપવા મા આવતી નથી આરોગ્ય પંચાયત કે આંગણવાડી વર્કર બહેનો કે અન્ય સામાજીક કાર્યકર વેકશીન અંગે રસિકરણ કરાવવા માટે જાય છે ત્યારે લોકો પ્રશ્ન કરે છે કે વહોટસઅપ પર વેકશીન લીધી પછી મોત થયું આ લોકો ને તાવ આવ્યો આ લોકો ને નબળાઈ આવી ગઈ સહિત ના પ્રશ્નો ની છડી વરસાવે છે ત્યારે વેકશીન અંગે સમજણ આપવા માટે આવેલ કર્મચારીઓ પરત ફરી રહ્યા છે ત્યારે રાપર તાલુકા મા વેકશીન અંગે લોકોમાં કોઈ વાકેફ નથી કર્યા એટલે રાપર તાલુકાનો વેકશીન ના લેવા મા રાજય મા એક થી પાંચ મા સ્થાન પર છે અને જો આવી સ્થિતિ રહી તો પ્રથમ નંબર પર આવી જાય તો નવાઈ નહીં 


જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી રાપર ખાતે વેકશીન કરાવવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી વેકશીન આપવા પર ભાર મુક્યો હતો બે નોડેલ અધિકારી તરીકે નાયબ કલેકટર કક્ષાના અધિકારી ની નિમણૂક એક માસ સુધી કરી પરંતુ વહીવટી તંત્ર પાસે વાહનો. માણસો તેમજ અન્ય સુવિધાઓ નો અભાવ છે યોગ્ય પ્રચાર નથી કરવા મા આવયો અગાઉ ના જવાબદાર હેલ્થ ઓફિસર ની લાપરવાહી સામે આવી છે 


જેમાં જિલ્લા વિકાસ અધિકારી કે કલેકટર દ્વારા પગલાં લેવા મા આવ્યા નથી છેવાડાના ધોરાવીરા ના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ને રાપર તાલુકા હેલ્થ ઓફિસર નો ઈન્ચાર્જ બનાવી દીધો હતો આ ડોક્ટર ધોરાવીરા મા સજા મા મુકાયો હતો તો સજા પામેલા ડોક્ટર પાસે વેકશીન અંગે અને કોરોના કાળના બીજા તબક્કામાં મરણ પામેલા લોકો અને કોરોના મા સપડાયેલા લોકો ની સારવાર પણ યોગ્ય રીતે નથી કરી તો આવા જવાબદાર તાલુકા હેલ્થ ઓફિસર ના પ્રતાપે રાપર તાલુકાના ૯૭ ગામો મા વેકશીનેશન નહિવત થયું છે જ્યારે બીજી તરફ રાપર અર્બન હેલ્થ સેન્ટર ના ડો પૌલ અને નગરપાલિકા દ્વારા શહેરના લોકો ની વચ્ચે જઈ વેકશીન કેમ્પ યોજયા અને યોગ્ય સમજણ આપી ટાર્ગેટ મુજબ ૭૯.૩૨% વેકશીન કરી દીધું છે.


જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર હવે રાપર તાલુકા મા વેકશીન અંગે ની કામગીરી ઊંધા માથે હાથ દઈ ને ગમે તે રીતે પુરી કરવા માટે બેઠક કરી રહ્યા છે તે નો મતલબ ધોડા નાસી ગયા ત્યારબાદ તબેલો બંધ કરવા ની નોબત જોવા મળે છે.. આગામી દિવસોમાં જો વેકશીન મા કોઇ કર્મચારી ઓછા આંકડા લાવ્યો તો તે સજા ને પાત્ર થાય તો નવાઈ નહીં કારણ કે નબળી કામગીરી બીજા તબક્કામાં જે તે સમયે ના તાલુકા હેલ્થ ઓફિસર ની હતી અને હવે કામગીરી હાથ ધરવામાં કર્મચારીઓ પર દબાણ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનુ એ છે કે રાપર તાલુકામાં વેકશીન લેવા મા લોકો કેટલા આગળ આવે છે તે તો સમય બતાવશે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain