તળાજા પીજીવીસીએલ કચેરી ખાતે સરપંચો, આગેવાનો દોડી ગયા ધારદાર રજૂઆતો કરાઈ

ગુજરાત - તારીખ - ૨૬/૯/૨૦૨૧ રવીવાર


તળાજા  પીજીવીસીએલ કચેરી ખાતે  સરપંચો, આગેવાનો  દોડી ગયા  ધારદાર રજૂઆતો  કરાઈ 



તળાજા તાલુકાના પાવઠી અને રામપરા વિસ્તારમાં વીજળીના પ્રશ્ન ને લઈને સરપંચ સહિત ના ગામલોકો અને ખેડૂતો જીઈબી કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી  ગયા  હતા પાવઠી ગામના સરપંચે વાતચીત કરતા જણાવ્યું હતું કે પાવઠી ગામ અને રામપરા ગામ બંનેની જોઈન્ટ વીજ લાઈન હોય આ લાઇનમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ફોલ્ટ સર્જાય છે ત્યારે છેલ્લા ચાર દિવસથી વીજ પુરવઠો જ ન મળ્યો હોવાનું જણાવ્યું હતું વધુમાં વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ બાબતને લઇને ખેડૂતો તેમજ ગામના અગ્રણીઓ વારંવાર વિજ કચેરીમાં ફોન કરતા હોય છે પરંતુ ફોન રિસિવ થતો નથી અને રિસિવ થાય તો આજે થઇ જશે અથવા તો કાલે થઇ જશે તેવા  ઉડાવ જવાબો આપવામાં આવે છે પરંતુ કામ થતું ન હોવાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો 


ખેડૂતો મોટી સંખ્યામાં આજે તળાજા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી અને તાત્કાલિક ના સમયે પ્રશ્નોનું નિરાકરણ આવે તે બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં રહેતા લોકો તેમજ વાડી વિસ્તારમાં રાખવામાં આવતા પશુઓને પાણીની ખૂબ જ તંગી પડી જતી હોય ત્યારે સામા પક્ષે પણ પીજીવીસીએલ અધિકારી મોદીએ આ કામગીરી વહેલી તકે પૂરી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી 


રામપરા ગામના સરપંચ તેમજ  આગેવાનો સહિતના ખેડૂતો અને અગ્રણી ઓ એ પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરી અને ચીમકી આપતા જણાવ્યું હતું કે આજ સાંજ સુધીમાં વીજળી નો પ્રશ્ન હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ ગુજરાત 

અહેવાલ - મથુર ચૌહાણ મહુવા 

તંત્રી - મહેશ રાજગોર


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain