રાપર શહેર ના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરો નો અડીંગો

રાપર શહેર ના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરો નો અડીંગો



રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં હાલ ગૌ સેવા કહેવાતી ભાજપ સરકાર નગરપાલિકા મા સત્તા પર છે ત્યારે રાપર શહેર ના મુખ્ય હાર્દ સમા એસ.ટી રોડ થી સલારી નાકા.. માલી ચોક. લોહાણા મહાજન વાડી.. ગાંધી ચોક ભુતિયા કોઠા રોડ અયોધ્યાપુરી આથમણા નાકા પાવર હાઉસ વિસ્તારમાં રખડતી ગાયો અને આખલાઓ નો ત્રાસ વધી ગયો છે ભુતકાળમાં રાપર મા રાપર શહેરમાં આખલા અને રખડતી ગાયોની ફાઈટ ના લીધે ત્રણ લોકો ના મોત થયા છે તો પંદર થી વીસ લોકો ને ધાયલ કર્યા છે 



જ્યારે બીજી તરફ આર્થિક ભીંસ મા મુકાયેલ રાપર પાંજરાપોળ દ્વારા હાલ ઢોરો રાખવા મા નહિ આવે તે પ્રકારના બોર્ડ માર્યા છે રાપર શહેર મા રખડતા આખલાઓ લગભગ ઢોરો નિભાવી રહેલ સંસ્થા ના છે રાપર નગરપાલિકા દ્વારા ભુતકાળમાં આખલાઓ પકડવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ હાલ પણ નગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવી છે પરંતુ કોઈ પાંજરાપોળ કે ઢોરો નિભાવતી સંસ્થા રખડતા ઢોરો રાખવા ની ના પાડી રહી છે જો આગામી દિવસોમાં રાપર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો અને આખલાઓ ને નહિ પકડવા મા આવે તો વધુ લોકો ધાયલ અને મોત ને શરણ થાય તે દિવસો દુર નથી.



રાપર શહેરમાં એક પણ સ્થળ પર કચરો નાખવા માટે કચરા પેટી ના હોય શાકભાજી ના વેપારીઓ અને લોકો કચરો જાહેર મા નાખી રહ્યા છે ત્યારે ખાવા માટે અવારનવાર ફાઈટ જામે છે જેમાં લોકો વાહન કે અન્ય સાધનો જે અડફેટે આવ્યા તેમા નુકસાન થાય છે તો શું રાપર નગરપાલિકા વધુ મોત નો તમાશો જોવા સિવાય કોઈ નક્કર પગલાં લેતી નથી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain