પાટણ જિલ્લા માં કાર્યરત બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની ની પાંચમી વાર્ષિક સાધારણ સભા મળી

ગુજરાત - તારીખ - ૨૫/૯/૨૦૨૧ શનીવાર


પાટણ જિલ્લા માં કાર્યરત બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની ની પાંચમી વાર્ષિક સાધારણ સભા મળી.


રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ખેડૂતો અને ખેતી ના વિકાસ માટે કાર્યરત ખેડૂત કંપની ની સાધારણ સભા મળી



અત્યારે સમગ્ર ગુજરાત માં ખેડૂતો અને ખેતી ના વિકાસ માટે ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ નું કાર્ય ખુબજ જડપી પ્રગતી કરી રહ્યું છે ગુજરાત ના ઘણા વિસ્તારોમાં તો આવી કંપનીઓ દ્વારા મેળવેલી સફળતાની વાતો આપણે સાંભળી રહ્યા છીએ ત્યારે પાટણ જીલ્લા ના રાધનપુર અને સાંતલપુર તાલુકા માં રીલાયન્સ ફાઉન્ડેશન ના માર્ગદર્શનમાં કાર્યરત બનાસ ફાંર્મર પ્રોડ્યુસર કંપની એ પોતાની પાંચમી વાર્ષિક સાધારણ સભા નું રાધનપુર માં આયોજન કરેલ કાર્યક્રમ ની શરૂઆત કરાવતા બનાસ કંપની ના બોર્ડ ઓફ ડાયરેક્ટ બાબુભાઈ ઠાકોર અને ભાવનાબેન દ્વારા મહેમાનો નું સાબ્દિક સ્વાગત કરવા આવ્યું ત્યારબાદ વર્ષાબેન મહેતા દ્વારા મહેમાનો ને દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કરવામાં આવ્યા અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની વિધિવત શરૂઆત કરેલ કાર્યક્રમ ને આગળ વધારતા બનાસ કંપની ના ચેરમેન કરશનજી જાડેજા દ્વારા બનાસ કંપની ની યાત્રા બતાવી આજની સાધારણ સભા નો હેતુ અને ઉદ્દેશ્ય બતાવવામાં આવ્યો



ત્યારબાદ બનાસ ના ડિરેક્ટર બાબુજી ઠાકોર દ્વારા બનાસ કંપની નું આગામી વર્ષ નું આયોજન અને બિઝનેસ પ્લાન લોકો સમક્ષ રજૂ કરી સેર સભાસદો ના અભિપ્રાય અને સહમતી મેળવી હતી ત્યારબાદ કંપની ના ડિરેક્ટર કનુભા પરમાર દ્વારા કંપની ના હિસાબો રજૂ કરી ગત વર્ષ ની આવક જાવક અને નફા ના આકડા રજૂ કરતાં જણાવેલ કે ગતવર્ષ ૨૦૨૦-૨૧ માં ૬.૧૫ કરોડ નું ટર્ન ઓવર અને ૬.૫ લાખ નો ચોખ્ખો નફો કરવા સાથે આવતા વર્ષ ના આર્થિક આયોજન માં વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્લાન માં ૧૦.૨૫ કરોડ નું ટર્ન ઓવર અને ૨૫ લાખ ના નફા માટે નો પ્લાન પણ રજૂ કરવામાં આવેલ


ત્યારબાદ કાર્યક્રમ ને આગળ વધારતા રિયાજભાઈ ચાવડા દ્વારા બનાસ કંપની ના હોદેદારો ના કાર્યકાળ અને વરણી ની સમજ આપતા ચેરમેન અને ડિરેક્ટરો ની વરણી કરવા પ્રસ્તાવ રજૂ કરેલ જેમાં પાછલા વર્ષો ની કામગીરી અને પ્રગતી ને જોતા કંપની ના ચેરમેન તરીકે કરશનજી જાડેજા ને બે વર્ષ માટે વાઇસ ચેરમેન તરીકે બાબુજી ઠાકોર ને બે વર્ષ માટે ખજાનચી તરીકે કનુભા પરમાર ને બે વર્ષ માટે તેમજ અન્ય બોર્ડ ઓફ ડિરેક્ટરરો ને પણ બે વર્ષ માટે ચાલુ રાખવા પ્રસ્તાવ મુકેલ જેને સભાસદો ની મંજુરી સાથે સર્વાનુમતે ઠરાવ પસાર કરેલ ત્યારબાદ બે નવા મહિલા બીઓડી તરીકે વિજયનગર ગામના ભાવનાબેન પુરોહિત અને ચલવાળા ગામ ના કૈલાશબેન ઠાકોર ને સર્વાનુમતે વર્ણી કરીને ઠરાવ પસાર કરેલ


ત્યારબાદ કાર્યક્રમ ને આગળ વધારતા બનાસ કંપની ને કાયમી સહિયોગી એવા નાબાર્ડ પાટણ ઓલામ એગ્રો આઈ. ટી. સી ઓર્ગેનિક યુગ ખેતીવાડી વિભાગ પાટણ અને બાગાયત વિભાગ પાટણ ને સહીયોગ કરવા બદલ ગિફ્ટરૂપે મોમેંટો આપી સન્માનિત કરવામાં આવેલ જેની સાથે સાથે આજની આ સાધારણ સભાના સ્પોન્સર અને કંપની ને હમેશા મદદ કરતા એન.સી.ડી.એક્સ ઇફક્કો ઇ બજાર સૂરજ શ્રી કેમિકલ એચ.બી એગ્રોટેક ઇફક્કો કિશાન જોન્ડિયર ટાફે ડ્યુક પાઇપ જેફાર્મ સર્વિસ અને બેરાચહ ફ્લેક્સી જેવી કંપનીઓ ને સહીયોગ કરવા બદલ ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવેલ


કાર્યક્રમ ને આગળ વધારતા બાબુજી ઠાકોર દ્વારા ખેડૂત સભાસદો ને બોનસ આપવાની જાહેરાત કરી જેમાં કંપની ની ગત વર્ષની વાર્ષિક કમાણી માં થી ત્રણ લાખ જેટલી રકમ કંપની સાથે જોડાયેલા અને કંપની સાથે કાયમી લેવળ દેવળ નો વ્યવહાર કરતા સભાસદો ને બોનસ રૂપે આપવાની જાહેરાત કરતા ૨૦ જેટલા લોકોને ટોકન રૂપે ચેક વિતરણ કરવામાં આવેલ


ત્યારબાદ નીરપત સિંહ કિરાર દ્વારા  રીલાયન્સ ફાઉન્ડેશન ના મુંબઈ સ્થિત મેનેજમેન્ટ સાથે આજની સભાને લાઈવ કનેક્ટ કરી આજની સભા થી અવગત કરેલ અને રીલાયન્સ ફાઉન્ડેશન ના યુનિટ હેડ બીજ પ્રોગ્રામ ના રવીન્દ્રજીત સિંહ અને એફ.પી.ઓ માર્કેટિંગ હેડ આશુતોષ દેશપાંડે દ્વારા સફળતા માટે સુભકામનાઓ અને ગુજરાત ના હેડ ભરતભાઈ પટેલ દ્વારા ભાવિ પ્રગતિ માટે સહિયોગ અને માર્ગદર્શન આપતા રહેવા ની વાત કરી આજની સાધારણ સભાની સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી 


ત્યારબાદ એન.સી.એક્સ ના અનુપંમભાઈ ઇફ્કકો ના ભૂપેશભાઈ જે ફાર્મ ના શાહનવાઝ ભાઈ આઈ.ટી.સી. ના ગીરીરાજભાઇ અને પાટણ જીલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન અને બનાસ ને સંભવિત સહિયોગ કરવાની વાત કરેલ કાર્યક્રમ ને પૂર્ણાહુતિ તરફ લઈ જતા નાયતવાળા ગામ ના વતની અને કંપની ના પૂર્વ બી.ઓ.ડી અને હાલ ના સભાસદ અને સુભેછક કેશુંભા પરમાર દ્વારા આભારવિધિ કરી સભામાં ઉપસ્થિત અને તમામ સહિયોગીઓ નો આભાર વ્યક્ત કરેલ એવું વ્રજલાલ રાજગોર ની લેખીત યાદી માં જણાવવામાં આવેલ.


આ સાધારણ સભા ને સફળ બનાવતી મુખ્ય હાઇલાઇટ્સ: કોરોના ગાઇડલાઈન નું પાલન કરવા સેનીટાઇઝર અને માસ્ક નો ઉપયોગ કરવામાં આવેલ કુલ ૭૮૫ લોકોએ આ સભા માં ભાગ લીધો, ૫૬૦ જેટલા શેરહોલ્ડર હાજર રહ્યા ૪૫ જેટલા સરકારી વિભાગ અને એજન્સીઓ તરફથી મહેમાન હાજર રહ્યા ૩૫ જેટલા પાટણ જિલ્લા ની અન્ય ખેડૂત કંપનીઓ ના ચેરમેન અને ડિરેક્ટરો હાજર રહ્યા ૧૦૦ જેટલા કંપની ના સભ્ય ના હોય તેવા ખેડૂતો એ પણ હાજરી આપી રીલાયન્સ ફાઉન્ડેશન ના ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના માધ્યમ થી યુટ્યુબ લાઈવ દ્વારા ઘણા લોકોએ આ કાર્યક્રમ ને લાઈવ નિહાળ્યો. બનાસ એફપીસીએ ૨૦૨૧-૨૨ માટે ના બિઝનેસ પ્લાન ૧૦.૨૫ કરોડ ટર્નઓવર અને ૨૫ લાખ ચોખ્ખો નફો થાય એવી બિઝનેસ પ્લાન રજૂ કર્યો


બનાસ એફપીસી દ્વારા આગામી ૧૦ વર્ષની યોજના માટેનું વિઝન પણ શેર કરવામાં આવ્યું. બનાસ એફપીસીએ તેના શેરહોલ્ડર પાસેથી જરૂરી વિવિધ ઠરાવો લીધા જેમ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, બોડની પુન-નિમણૂક, ઓડિટરની નિમણૂક, બે નવા બોડ ઓફ ડિરેક્ટર્સ ની વરણી બનાસ ના ચેરમેન દ્વારા ત્રણ લાખના બોનસ ચેકના  વિતરણ ની શરૂઆત કરી સાધારણ સભા ના સ્થળ પર ૧૦ જેટલી મોટી મોટી કંપનીઓ ના સ્ટોલ માં વિવિધ પ્રોડક્ટ નું નિર્દશન અને પ્રદર્શન આ સાધારણ સભાને વિવિધ ૧૦ જેટલી કંપનીઓ દ્વારા સ્પોનસર કરી આ સભાનો સંપૂર્ણપણે ખર્ચ કરેલ. ખેડૂતો દ્વારા બનાવેલી ખેડૂતો દ્વારા ચાલતી અને ખેડૂતો અને ખેતી ના વિકાસ માટે કાર્યરત ખેડૂત કંપની નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ ગુજરાત

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain