વકફ મિલ્કતને શ્રીસરકાર કરવા અંગેનો નાયબ કલેક્ટર શ્રી સિદ્ધપુરનો હુકમ રદ કરવા વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર નો ઐતિહાસિક ચુકાદો

વકફ મિલ્કતને શ્રીસરકાર કરવા અંગેનો નાયબ કલેક્ટર શ્રી સિદ્ધપુરનો હુકમ રદ કરવા વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર નો ઐતિહાસિક ચુકાદો 
સિદ્ધપુર શહેર ની સુન્ની મુસ્લિમ  ઈદગાહ મસ્જિદ વકફ ટ્રસ્ટ ની માલિકી લાગત વર્ષ ૧૯૭૦ માં સિટી સર્વે કચેરી દ્વારા ઈંકવાએરી કરી મિલ્કત ની સનદ આપવાના આવેલ હતી. તેમજ ચેરિટી કમિશ્નર દ્વારા પણ વર્ષ ૧૯૫૬ માં ઈંકવાએરી કરી  ઈદગાહ ટ્રસ્ટ અને તેની મિલ્કત ની નોંધણી કરવામાં આવેલ હતી. પરંતુ કલેક્ટરશ્રી દ્વારા ઈદગાહ ની જગ્યાને સરકારી પડતર જાહેર કરવામાં આવતા તેની સામે વર્ષ ૧૯૬૯ માં અપીલ દાખલ કરવામાં આવી હતી જેમાં કલેક્ટરશ્રી નો હુકમ રદ કરવામાં આવેલ. ત્યાર બાદ નાયબ કલેક્ટરશ્રી દ્વારા વર્ષ ૧૯૮૨ માં ઈદગાહ ની જમીન ને સરકારી પડતર જાહેર કરવા આદેશ કરેલ જે આદેશ સચિવ શ્રી દ્વારા ૧૯૮૩ માં રદ કરવામાં આવેલ.


ત્યારબાદ વર્ષ ૧૯૯૪ માં ફરીથી ઈદગાહ ની મિલ્કતને સરકારી જમીન ઠેરવવામાં આવેલ જેની સામે ગુજરાત રાજ્ય મહેસુલ પંચ દ્વારા વર્ષ ૨૦૦૨ માં તે હુકમ રદ કરવા અંગે હુકમ કરેલ અને નાયબ કલેકટરશ્રીને કેસ રિમાંડ કરવામાં આવેલ જે લગત વર્ષ ૨૦૧૫ માં નાયબ કલેક્ટરશ્રી સિદ્ધપુર દ્વારા ઈદગાહ ટ્રસ્ટ ની તરફેણમાં ચુકાદો આપેલ. જેમાં જણાવવામાં આવેલ કે વાદગ્રસ્ત જમીન હાજરી સન ૧૨૫૦ મા મોહરરમ માસની ૪ તારીખે એટલે કે ઇસવી. સન ૧૮૪૩ ના મે માસની ૧૪ મી તારીખે અચ્છુ બીબી પોલાદી એ ઈદગાહ સારું દાન કરેલ છે. જેનાં ઉપર ૧૬૪ વર્ષ જૂનું બાંધકામ કરેલ છે જેની તખ્તી દીવાલે લગાવેલ છે. જે તમામ હકીકતો ધ્યાને લઈ મિલ્કત ની માપણી કરી રેકોર્ડમાં સંસ્થા એટલેકે ઈદગાહ નું નામ દાખલ કરવા હુકમ કરવામાં આવેલ જે લગત સરકારશ્રી દ્વારા ક્યારે કોઈ અપીલ કરવામાં આવેલ નથી.  તેમ છતાં કલેક્ટરશ્રી પાટણ દ્વારા સ્યુમોટો રિવ્યૂ મા લઈ નાયબ કલેક્ટરશ્રી સિદ્ધપુર ને ફરીથી કેસ ચલાવવાનો હુકમ કરી નિર્ણય લેવા હુકમ કરેલ. જેથી નાયબ કલેક્ટરશ્રી સિદ્ધપુર દ્વારા વર્ષ ૨૦૧૮ મા ઈદગાહ ની જગ્યા ને સરકારી પડતર તરીકે દાખલ કરવા હુકમ કરેલ. 


ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર ઈદગાહ ટ્રસ્ટના ટ્રસ્ટી ઓને વકફ બોર્ડ દ્વારા ટ્રસ્ટીપદ પરથી દૂર કરી ટ્રસ્ટના કારોબારી અધિકારી તરીકે ઉમરદરાઝ. અબ્દુલરઝાક. ચશ્માવાળા ને નિમણૂક કરવામાં આવેલ છે. જેથી ચશ્માવાળા દ્વારા ટ્રસ્ટના કારોબારી અધિકારી તરીકે નાયબ કલેકટરશ્રી સિદ્ધપુરના હુકમની સામે નામદાર ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટમા અપીલ દાખલ કરી તે હુકમને પડકારેલ. તેમજ તે લગત ચશ્માવાળા દ્વારા નામદાર કોર્ટ સમક્ષ યોગ્ય પુરાવા તથા દલીલો રજૂ કરેલ અને વકફ બોર્ડ તરફે વકીલ શ્રી એમ.આઈ. સબૂગર દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્યાને લઈ નામદાર ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટ દ્વારા વકફ મિલ્કત ને સરકારી પડતર તરીકે દાખલ કરવા અંગેના નાયબ કલેકટરશ્રી સિદ્ધપુરના હુકમ ને રદ કરવા અંગેનો ઐતિહાસિક ચુકાદો આપેલ છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain