કચ્છ - તારીખ - ૨૯/૯/૨૦૨૧ બુધવાર
રાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચ વરસાદ
આજે બપોરે દોઢ વાગ્યા ના અરસામાં ગાજવીજ સાથે વરસાદ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર મા વરસ્યો હતો ગુલાબ ની અસર તળે ઉતર ગુજરાત મા મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે ઉતર ગુજરાત ને અડી ને આવેલા રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો રાપર મા પોણો કલાક સુધી દે ધનાધન વરસાદ ના લીધે એક ઈંચ વરસાદ વરસી ગયો હતો જેના લીધે શહેરમાં થી પાણી વહી નિકળ્યા હતા રાપર પ્રાગપર ભુટકીયા ડાભુંડા આડેસર સઈ કિડીયા નગર વલ્લભપર આડેસર મોડા સણવા સહિત ના ગામો એ વરસાક્ષળદ થયો હતો તો રવ નંદાસર ડાવરી સહિત ના આસપાસ ના ગામો મા અડધા થી એક ઈંચ વરસાદ વરસ્યો હોવાનું રવ ના તલાટી હિતેષ ભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું
તો સુવઈ જેસડા ત્રંબૌ પંથકમાં વરસાદ આ ઝાપટા વરસ્યા હતા તેમ સુવઈ તલાટી મિતેશભાઈ પટેલ એ જણાવ્યું હતું આમ વાગડ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ રહેતા ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે સતત વરસાદ થી ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને ચોમાસુ પાક નિષ્ફળ જાય છે રા?પર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા ત્યારે ગરમી મા શેકાતા લોકો ને રાહત મળી હતી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment