ધોરાવીરા ને સાંકળતા ચિત્રોડ રેલવે સ્ટેશન નું આધુનિકરણ પુરજોશમાં

કચ્છ - તારીખ - ૨૫/૯/૨૦૨૧ શનીવાર


ધોરાવીરા ને સાંકળતા ચિત્રોડ રેલવે સ્ટેશન નું આધુનિકરણ પુરજોશમાં


રાપર તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદી મા સમાવેશ કરવામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સિંધુ સંસ્કૃતિ ને ઉજાગર કરતાં સિંધુ નગર ધોરાવીરા ને વિશ્વ ની પુયાતન સાઈડ મા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ધડુલી ખાવડા ધોરાવીરા બાલાસર બેલા મૌઆણા ના માર્ગ નુ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે આ માર્ગને નેશનલ હાઈવે મા તબદીલી કરવા મા આવયો છે તો બાલાસર રાપર ચિત્રોડ ના માર્ગ ને નેશનલ હાઈવે મા તબદીલ કરી ગાંધીધામ પાલનપુર દિલ્હી માર્ગ સાથે જોઇન્ટ કરી દેવામાં આવ્યો છે હવે વાત કરીએ રેલવે વિભાગ ની તો ધોરાવીરા ને લગતું સૌથી નજીક નું રેલવે સ્ટેશન હોય તો તે ચિત્રોડ છે  ધોરાવીરા થી એકસો એક કિલોમીટર દૂર આવેલા આ રેલવે સ્ટેશન નું હાલ પુરજોશમાં આધુનિકરણ ચાલી રહ્યું છે 


જેમાં ઈલેક્ટ્રોનિક રેલવે લાઇન ચાર રેલવે ટ્રેક બે સુંદર મજા ના રેલ્વે પ્લેટફોર્મ તેમજ આધુનિક રેલવે બ્રીજ પ્રવાસીઓ માટે તેમજ અન્ય સુવિધાઓ સભર રેલવે સ્ટેશન નું કામ ચાલી રહ્યું છે આ અંગે જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ વણવીર સોલંકી ચિત્રોડ ના આગેવાન સામત ભાઈ ખોડ અને નાનજીભાઈ ઠાકોર કહે છે કે ચિત્રોડ રેલવે સ્ટેશન નું જે આધુનિકરણ રીતે કામ ચાલુ મા છે તે ખરેખર સરસ કામ છે ભુતકાળમાં આ રેલવે સ્ટેશન નો દબદબો હતો સમગ્ર રાપર તાલુકામાં માલસામાન આ રેલવે સ્ટેશન પર આવતો પરંતુ રેલવે તંત્ર દ્વારા કે કોગ્રેસ ની સરકાર દ્વારા આ રેલવે સ્ટેશન ને બિન ઉપયોગી સમજી કોઈ વિકાસ ના કર્યો હવે આ રેલવે સ્ટેશન ધોરાવીરા ને તેમજ રાપર તાલુકામાં આવ જાવ કરતા લોકો માટે એક સારા રેલવે સ્ટેશન તરીકે સાબિત થશે તો ચિત્રોડ ના તલાટી રધુવિરસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે આ રેલવે સ્ટેશન ના આધુનિકરણ તેમજ ભવિષ્યમાં રેલવે સ્ટોપ મળી રહે તો ચિત્રોડ અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને તેમજ વેપારીઓ ને ખુબ ઉપયોગી થાય તેમ છે અને આ વિસ્તાર માટે સોના ની મુરત જેવું ભવિષ્ય છે


તો મળતી વિગતો મુજબ આ રેલવે સ્ટેશન તૈયાર થઈ જાય એટલે આવતા વર્ષે દિલ્હી મુંબઈ બેંગ્લોર હરિદ્વાર જયપુર તેમજ અનેક મહાનગર સાથે જોડતી રેલવે ના સ્ટોપ આપવામાં આવે તેવી શક્યતા છે તો ધોરાવીરા ને અનુલક્ષીને પ્રવાસન નિગમ દ્વારા ચિત્રોડ ધોરાવીરા ચિત્રોડ વોલવો બસ પણ શરૂ થશે અને રાપર ચિત્રોડ રેલવે લાઇન પર બ્રિજ બનાવવા નું રેલવે અને નેશનલ હાઈવે દ્વારા કરવામાં આવી ગયું છે ઉપરાંત ચિત્રોડ રાપર બાલાસર ધોરાવીરા નો માર્ગ ફોર લેન બનાવવા માટે નેશનલ હાઈવે દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહયો છે અને ભવિષ્યમાં કે આવતા બે ત્રણ વર્ષ મા રાપર તેમજ વાગડ વિસ્તારમાં કાયક પલ્ટ થાય તો નવાઈ નહીં હાલ મા તો ચિત્રોડ રેલવે સ્ટેશન નું આધુનિકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ સારી સુવિધા સભર રેલવે સ્ટેશન બનાવવા મા આવે તો નવાઈ નહીં આમ રાપર તાલુકો રેલવે લાઇન થી ચિત્રોડ દ્વારા જોડાય તે દિવસો હવે દૂર નથી.














રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain