સતલાસણા તાલુકાના રાણપુર ઉપર ચૂંટણીનો જંગ જામ્યો

ગુજરાત - તારીખ - ૩૦/૯/૨૦૨૧ ગુરુવાર


સતલાસણા તાલુકાના રાણપુર ઉપર ચૂંટણીનો જંગ જામ્યો



રાણપુર ૭- તાલુકા પંચાયતની રાણપુર સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારોટ અને ભાજપના ઉમેદવાર શામજીભાઇ ચૌધરી વચ્ચે જંગ જામયો છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ક્યાંય દેખાતા નથી તેવું લોકોમા ચચૉય છે



સતલાસણા તાલુકાના રાણપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર અગાઉ વિજેતા થયા હતા અને આ સીટ ઉપર કોંગ્રેસનો દબદબો વર્ષોથી ચાલે છે સુદાસણા ના વતની જોરાવરસિંહ પરમાર ના દિકરા જીતેન્દ્રસિંહ પરમાર અને પકોંગ્રેસના જયરાજસિંહ પરમાર સહિત મોહબતસિહ પરમાર ની દેખરેખ હેઠળસાથે મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માનસીહ ઠાકોર અને રામજીભાઇ ઠાકોર બાબુજી ઠાકોર વડનગર મુકેશ દેસાઈ ખેરાલુ સહિતની ટીમે કોંગ્રેસ સમિતિ ને સાથે રાખી પ્રવાસ ખેડ્યો હતો 



સતલાસણા ની રાણપુર સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારના ભવ્ય વિજય સરઘસમાં  ઉમળકાભેર હિંદુ-મુસ્લિમ તમામ સમાજના લોકો એ  આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા જેથી ભાજપના પગ નીચેથી જમીન સરકી જવા પામી હોવાનું ચચૉય છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો રાત-દિવસ મહેનત એ લાગે છે ચૂંટણી પ્રચારના આજે છેલ્લા દિવસે પણ સભાઓ તેમજ ખૂણેખાંચરે કાર્યકર્તાઓ ને સાચવવાની તજવીજ હાથ ધરતા જોવા મળ્યા  હતા કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર  કનુભાઈ બારોટ અને તેની ટીમે ઘરે ઘરે છે મત ઉઘરાવવા કોશિશ કરી રહ્યા છે



ભાજપના કાર્યકર્તાઓ પણ દોડાદોડ કરી રહ્યાં છે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારોટ ને જીતાડવા માટે તમામ કોંગ્રેસ સમિતિના આગેવાનો એક થઈ અને કોઈપણ ભોગે મતદારો ક્યાંય જાય નહીં તેની તજવીજમાં લાગ્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોજા જડતા નથી તેવું પણ લોકોમાં ચર્ચાય છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચારમાં હાલ સ્થાનિક આગેવાનો સાથે જીલ્લા ભાજપ ના હોદેદારો અને ધારાસભ્ય પણ જોડાયા છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain