રાપર દરીયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

 કચ્છ - તારીખ - ૨૯/૯/૨૦૨૧ બુધવાર


રાપર દરીયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયોઆજે રાપર દરીયાસ્થાન મંદિર ખાતે રાજકોટ સ્થિતિ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત રાપર દરીયાસ્થાન મંદિર ખાતે આજે ચાલીસ મો નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા ચારેક વર્ષ થી દર મહિને ઓગણત્રીસ તારીખે યોજાતા આ નિદાન કેમ્પ મા રાપર આડેસર બાલાસર ખડીર ભીમાસર નિલપર ચિત્રોડ રામવાવ સહિત ના વિસ્તારોમાં થી લોકો નેત્ર નિદાન સારવાર કેમ્પ મા આવી નિદાન કરી રહ્યા છે જેમાં દર મહિને સરેરાશ દોઢ સો થી વધુ મોતિયા વેલ ના ઓપરેશન રાજકોટ સ્થિત વિના મૂલ્યે કરવામાં આવે છે અત્યાર સુધી છ હજાર થી વધુ ઓપરેશન હાથ ધરવામાં આવયા છે ત્યારે આજે યોજાયેલ નિદાન કેમ્પ મા સવા ત્રણ સો થી વધુ લોકો નું નિદાન કરવા મા આવ્યું હતું જેમાં ૧૫૫ જેટલા લોકો ને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આજે યોજાયેલ કેમ્પ મા ડો. અલકેશ ખેરડીયા કૌશિક ભાઈ  અજીત ભાઈ એ તપાસ હાથ ધરી હતી તો કેમ્પ મા યજમાન દાતા મંજુલાબેન પોપટલાલ રૈયા પરિવાર રહ્યો હતો તો આજે કેમ્પ દરમિયાન દરીયાસ્થાન મંદિર ના સંત શ્રી ત્રિકાલદાસજી મહારાજ મેનેજીંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુઆણી વેલજી ભાઈ લુગહાર દિનેશ ચંદે ડાયાભાઈ ઠાકોર ધનસુખ લુહાર શૈલેષ ભીંડે પ્રભલાલ રાજદે ગોવિંદભાઈ ઠક્કર દિનેશ ચંદારાણા બળવંત ભાઈ ઠક્કર વિશનજીભાઈ આદુઆણી રોહિત મજીઠીયા પારસ માણેક ભોગીલાલ મજીઠીયા ગોવિંદ જી ઠક્કર ભરત રાજદે વિગેરે એ સેવા આપી હતી એમ એક યાદીમાં ટ્રસ્ટી દિનેશ ચંદે એ જણાવ્યું હતું


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain