કચ્છ - તારીખ - ૨૩/૯/૨૦૨૧ ગુરુવાર
રાપર તાલુકા મા પાંચ થી સાત ઈંચ વરસાદ
રાપર ગઈકાલે રાત્રે થી શરૂ થયેલ મેઘરાજા ની મહેર થી વાગડ વિસ્તાર તરબોળ થઈ ગયું હતું ગત રાત્રે આઠ વાગ્યા થી શરૂ થયેલી મેઘ મહેર થી રાત્રીના એક ઇંચ વરસાદ તાલુકા મથકે પડયો હતો તો આજે વધુ એક પાંચ ઇંચ જેટલો વરસાદ સવારે પડ્યો હતો
વરસાદ ની હેલી ના લીધે રાપર શહેર મા પાણી વહી નિકળ્યા હતા તો પ્રાંથણ વિસ્તારના ડેલા મૌઆણા બાલાસર ધબડા વૃજવાણી શિરાંનીવાંઢ સહિત ના ગામો મા છ ઈંચ થી વધારે વરસાદ થયો હતો ખેંગારપર રામવાવ ત્રંબો જેસડા નિલપર ખીરઈ ચિત્રોડ ફતેહગઢ સણવા આડેસર માખેલ પલાંસવા ખડીર સહિત ના વિસ્તારના જનાંણ રતનપર ધોરાવીરા અમરાપર મોડા સલારી કલ્યાણપર સઈ ડાભુંડા કિડીયા નગર પ્રાગપર સહિત ના ગામો મા એક થી બે ઈંચ વરસાદ વરસ્યો હતો વરસાદ ના લીધે કપાસ એરંડા મગ જુવાર સહિત ના પાક ને ફાયદો થશે રાપર તાલુકામાં વરસાદ થતાં ખેતરો મા પાણી ભરાઈ ગયા હતા આમ વાગડ વિસ્તારના ગામોમાં વરસાદ થતાં વાગડ વિસ્તારમા આનંદ ની લાગણી વ્યાપી ગઈ હતી આમ વરસે તો વાગડ ભલો એ કહેવત સાર્થક થતી જોવા મળે છે આ લખાય છે ત્યારે પણ વરસાદ નો માહોલમાં વરસાદ ના ઝાપટા ચાલુ રહયા છેરાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં ચાર ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો ગત રાત્રે શરૂ થયેલ વરસાદે સમગ્ર રાત્રે ઝાપટા રૃપે વરસાદ વરસ્યો હતો
જે સવારે આઠ થી બાર દરમિયાન ધોધમાર વરસાદ તૂટી શહેરની બજારોમાં થી પાણી વહી નિકળ્યા હતા તો અનેક સ્થળોએ પાણી ભરાયા હતા તળાવ મા નવા પાણીની આવક થઈ હતી વરસાદ ના લીધે રાપર શહેરમાં માલી ચોક. કોર્ટે રોડ દેના બેંક વિસ્તારમાં નગાસર તળાવ રોડ આથમણા નાકા સલારી નાકા ભુતિયા કોઠા રોડ ગેલીવાડી તિરુપતિ નગર જળબંબાકાર થઈ ગયા હતા રાપર તાલુકાના લગભગ ગામો મા મુશળધાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે આમ વરસે તો વાગડ ભલો એ કહેવત સાર્થક કરી બતાવી છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment