કચ્છ જિલ્લામાં “હેન્ડ વોશ કેમ્પેઈન”માં ૩૪૧૨૨ જેટલી કિશોરીઓ અને ૧૦૫૨૦ જેટલા બાળકોએ ભાગ લીધો

કચ્છ - તારીખ - ૨૪/૯/૨૦૨૧ શુક્રવાર


આઈ. સી.ડી.એસ. વિભાગ- પોષણ માસ-૨૦૨૧

                                                              

કચ્છ જિલ્લામાં “હેન્ડ વોશ કેમ્પેઈન”માં ૩૪૧૨૨ જેટલી કિશોરીઓ અને ૧૦૫૨૦ જેટલા બાળકોએ ભાગ લીધો 

                                          

સ્વચ્છ પાણી અને સાબુ/લીક્વીડ લઇ સાત સ્ટેપમાં ૬૦ સેકન્ડ સુધી હાથ ધોવા જોઈએ         

  

                        

ભુજ, શુક્રવાર કુપોષણ ને દુર કરવાનું અભિયાન એટલે પોષણ અભિયાન. આ અભિયાન સપ્ટેમ્બર માસમાં ઉજવીએ છીએ ત્યારે થીમ મુજબ સંકલિત બાળ વિકાસ યોજના (icds) આઈ.સી.ડી.એસ વિભાગમાં કામગીરી કરવામાં આવી રહી છે.  માનવીને પૂરતા પોષણ ની સાથે સાથે સ્વચ્છ રહેવું પણ જરૂરી છે તો જ તે સ્વસ્થ જીવન જીવી શકે  આ માટે પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસના દરેક શુક્રવારે આંગણવાડી કેન્દ્ર પર પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈરાબેન એચ ચૌહાણની સુચના મુજબ અને CDPOની મદદથી  વર્કર દ્વારા “હેન્ડ વોશ કેમ્પેઈન” ચલાવવામાં છે જેમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ ભાગ લે છે જેમાં તેમને સ્વસ્થ રહેવા માટે જરૂરી એવી મુખ્ય આદત હાથ ધોવાની પદ્ધતિ શીખવાડવામાં આવે છે અને યોગ્ય રીતે હાથ ધોવાથી થતા ફાયદા બાબતે સમજ આપવામાં આવે છે. જેમ કે યોગ્ય રીતે  હાથ ધોવાથી હાથમાં રહેલ કીટાણું નાશ પામે છે. કોરોના કાળમાં કોઈ પણ વ્યક્તિ ના સંપર્કમાં આવ્યા પછી હાથ ને સ્વચ્છ કરવા જરૂરી બન્યું છે ત્યારે હાથ ધોવાની પદ્ધતિની લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. 



આ માટે લાભાર્થીને વર્કર  દ્વારા ડેમો બતાવવામાં આવે છે જેમાં પ્રથમ સ્વચ્છ પાણી અને સાબુ/લીક્વીડ લઇ સાત સ્ટેપમાં ૬૦ સેકન્ડ સુધી હાથ ધોવાની સમજ આપે છે. જેમાં આગળ-પાછળ, હાથની બધી આંગળીઓની વચ્ચે તેમજ કાંડા સુધી બને હાથ એકબીજા સાથે ઘસીને ધોવાના હોય છે. આ કેમ્પઇન કચ્છની ૨૧૧૬ આંગણવાડીમાં થયું હતું  જેમાં ૩૪૧૨૨ જેટલી કિશોરીઓ અને ૧૦૫૨૦ જેટલા બાળકો એ ભાગ લીધેલ. જેમાં લાભાર્થીએ કેન્દ્ર ખાતે ડેમો જોઈ યોગ્ય રીતે હાથ ધોવાનો અભ્યાસ કરેલ છે એમ કાર્યકર નિહારીકાબેન પુજારા જણાવે છે. હેમલતા પારેખ.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain