ડભોઇની નોબલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ધ્વારા બી.સી.એ.કોલેજ શરુ કરાઇ

 ગુજરાત - તારીખ - ૨૮/૯/૨૦૨૧ મગળવાર


"ડભોઇની નોબલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ધ્વારા બી.સી.એ.કોલેજ શરુ કરાઇ "



ડભોઇ ના મોટા હબીપુરા ખાતે આવેલ નોબલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર સાયાન્સ દ્રારા બી.સી.એ.કોલેજ ની શરુઆત કરાઇ હતી.નોબલ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ ના પ્રમુખ એ.એ.માધવાણી ધ્વારા દીપ પ્રાગટ્ય કરી કોમ્પ્યુટર લેબનુ ઉદ્દઘાટણ કરવામા આવ્યુ હતુ એ સાથે ઉપસ્થિત વિધાર્થીઓ ને બી.સી.એ.ના અભ્યાસ વિશે અને ભવિષ્યની કારકીર્દી વિશે માહીતી આપવામા આવી હતી. મોટા હબીપુરાની સીમમા આવેલ નોબલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ખાતે બી.સી.એ.કોલેજ ની શરુઆત કરવામા આવી હતી.બી.સી.એ.ટેકનીકલ કોર્ષ હોવાથી કોર્ષ પુર્ણ થયા બાદ કોમ્પ્યુટર પ્રોફેશનલ તરીકે પણ સ્વંય વ્યવસાય કરી શકાય.



સાયબર કાફે,સોફ્ટવેર એન્જીનીયરીંગ,હાર્ડવેર એન્જીનીયરીંગ,તેમજ બી.સી.એ.કોર્ષમા લેટેસ્ટ ગ્લોબલ કોમ્પ્યુટર ટેક્નોલોજી નો અભ્યાસ કરાવાય છે.બી.સી.એ.નો કોર્ષ કર્યા બાદ બી.એડ.કરી કોમ્પ્યુટર શિક્ષક તરીકે પણ નોકરી મેળવી શકાય.બી.સી.એ.પછી માસ્ટર ડીગ્રી કોર્ષ જેવાકે MSC (CASIT),MCA,MBA, કરી શકાય છે.બી.સી.એ.નો કોર્ષ કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપી શકાય છે.જ્યારે એમ.એસ.ડબલ્યુ (માસ્ટર ઓફ સોશ્યલ વર્ક) સ્નાતક થયા બાદ ૨ વર્ષનો અભ્યાસક્રમ પણ શરુ કરાયો હોય જેથી ડભોઇ, વાઘોડીયા, સંખેડા, બોડેલી,નસવાડી,સાધલી,કરજણ અને શિનોર સહીત ના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ઘર આંગણે ઉચ્ચકક્ષાનુ આધુનિક શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા થતા આનંદ વ્યાપી જવા પામ્યો છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain