રાપર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું

કચ્છ - તારીખ - ૨૪/૯/૨૦૨૧ શુક્રવાર


રાપર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યુંઆજે રાપર શહેર ખાતે રાપર શહેર ભાજપ અને તાલુકા શહેર બક્ષીપંચ મોરચાના ઉપક્રમે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપર શહેર ના માંડવી ચોક મધ્યે આવેલ રાષ્ટ્રપિતા ગાંધીજી  કોર્ટ નજીક આવેલ ડો. આંબેડકર તેમજ પ્રાગપર ચોકડી પાસે આવેલા સરદાર પટેલ ની પ્રતીમા ની સાફ સફાઈ તેમજ હારતોરા કરી શ્રધ્ધા સુમન નો કાર્યક્રમ તેમજ રાપર ના તિરુપતિ નગર પ્રાથમિક કન્યા શાળા ની વિધાર્થીનીઓ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા આપતાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કાર્યક્રમ ના ઈન્ચાર્જ હઠુભા સોઢા મેહુલ જોશી ના માર્ગદર્શન હેઠળ રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી ભિખુભા સોઢા મેહુલ જોશી લાલજી કારોત્રા નિલેશ માલી ભિ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અવિનાશ પ્રજાપતિ કારોબારી સદસ્ય કચ્છ જિલ્લા ભાજપ ના ભાવિન મિરાણી ધર્મેન્દ્ર સિયારીયા રાપર શહેર યુવા ભાજપ પ્રમુખ શૈલેષ ચંદે મહામંત્રી રમેશ સાધુ નાનજીભાઈ ઠાકોર દેવુભા વાધેલા ગિરીરાજ સિંહ વાધેલા શંકરભાઈ ખાંડેકા વાલજીભાઈ વાવીયા મુળજીભાઈ પરમાર રાજુભાઈ ચૌધરી જાનખાન બલોચ કાનજીભાઈ આહિર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તો અયોધ્યાપુરી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ એ પોસ્ટ કાર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને જન્મ દિવસ ની શુભેચ્છા આપતાં લખ્યા હતાતે સમયે શાળા ના આચાર્ય દિનેશ પંચાલ તેમજ શાળા નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપ ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain