“યોગ અને પોષણનો સમન્વય” કાર્યક્રમમાં કુલ ૨૩૦૬૨ લોકો જોડાયા

કચ્છ - તારીખ - ૨૩/૯/૨૦૨૧ ગુરુવાર


આઈ. સી.ડી.એસ. વિભાગ- પોષણ માસ-૨૦૨૧


“યોગ અને પોષણનો  સમન્વય”  કાર્યક્રમમાં કુલ ૨૩૦૬૨ લોકો જોડાયા 


બાળકો માટે ૨૩૭૬ ,કિશોરીઓ માટે ૨૭૦૩, સગર્ભા મહિલાઓ માટે ૧૭૪૨ તથા પરિવારના સભ્યો માટે ૨૦૬૪ એમ કુલ ૮૮૮૫ યોગ સેશન કરાયા



ભુજ, ગુરુવાર.  કચ્છ આઈ. સી.ડી.એસ. વિભાગમાં પોષણ માસની દરેક તાલુકામાં જોરશોરથી ઉજવણી થઇ રહી છે જેમાં  સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, મુખ્ય સેવિકા બહેનો તેમજ વર્કર/હેલ્પર બહેનો સંકલિત બાળ વિકાસ યોજના (icds) વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈરાબેન એચ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોષણ માસને સફળ બનવાના પ્રયત્નો કરી રહ્યા છે. જનજન સુધી પોષણ અંગેના સંદેશો પહોચાડી રહ્યા છે.  કચ્છના ૨૧૧૬ આંગણવાડી કેન્દ્રોમાં અલગ અલગ એક્ટીવીટી કરવામાં આવી રહી છે



ત્યારે પુરક પોષણ સાથેસાથે યોગનો સમન્વય કરવામાં આવ્યો છે. આ માટે  કોવીડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તા.૦૮/૦૯/૨૦૨૧ થી તા.૧૪/૦૯/૨૦૨૧ સુધી કેન્દ્રમાં અને તેની આસપાસના વિસ્તારોમાં યોગ માટેના સેશન ગોઠવામાં આવ્યા હતા. જેમાં બાળકો, કિશોરીઓ અને સગર્ભા મહિલાઓ માટે તેમજ પરિવારના અન્ય સભ્ય માટે પણ આયોજન કરવામાં આવેલ હતું એમ કાર્યકર નિહારીકાબેન પુજારા જણાવે છે તેઓ કહે છે કે  યોગ માટેના સેશનમાં બાળકો માટે ૨૩૭૬,કિશોરીઓ માટે ૨૭૦૩, સગર્ભા મહિલાઓ માટે ૧૭૪૨ તથા પરિવારના અન્ય સભ્યો માટે ૨૦૬૪ એમ કુલ ૮૮૮૫ સેશન કરાયા હતા. 



કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે સરકાર તરફથી તા.૦૯/૦૯/૨૦૨૧  ના  “યોગ અને પોષણનો  સમન્વય”  વિષય ઉપર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગ સેવક  શિશપાલજીની ઉપસ્થિતિમાં સેટકોમ કાર્યક્રમનું જીવંત પ્રસારણ “વંદે ગુજરાત” ચેનલ પર તેમજ  ફેસબુક પર કરવામાં આવ્યું હતું. જેમાં યોગનું મહત્વ અને ફાયદા અને યોગ કરવાની પદ્ધતિ વિષે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કુલ ૨૩૦૬૨ લોકો જોડાયા હતા. જેમાં બાળકો, કિશોરીઓ સગર્ભા બહેનો તેમજ વર્કર હેલ્પર બહેનો અને icds વિભાગના તમામ અધિકારી તેમજ કર્મચારીઓ જોડાયા હતા હેમલતા પારેખ .


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 



0/Post a Comment/Comments

Stay Conneted

Domain