તળાજા નજીક આવેલ કોર્ટના ગેટ પાસે મોટા પ્રમાણમાં પાણી ભરાતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા

 ગુજરાત - તારીખ - ૨૬/૯/૨૦૨૧ રવીવાર


તળાજા નજીક આવેલ કોર્ટના ગેટ પાસે મોટા પ્રમાણમાં પાણી ભરાતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા 



ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રોયલ ચોકડી થી તળાજા શહેરમાં આવવાના રસ્તા પર કોર્ટ બિલ્ડિંગના ગેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા ,આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે જ્યારે પણ વરસાદ થાય ત્યારે અહીં મોટા પ્રમાણમાં ગોઠણ  સમા પાણી ભરાય છે. વકીલ મંડળ સહિતના કોર્ટના કામકાજ અર્થે આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયાહતા. ગઈકાલે થયેલા વરસાદને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયા ,આ બાબતને લઈને ખાસ કરીને કોર્ટના કામકાજ અર્થે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો.



સ્થાનિક તંત્ર દ્વારા આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવું જોઇએ તેવી લોકોમાં અનેક ચર્ચાઓ.આ બાબતે એડવોકેટ જે કે દવે એ  જણાવ્યું હતું કે આ પ્રશ્નને ગભિરતા થી લઇને સ્થાનિક તંત્ર આ પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ લાવે તેવું વકીલ મંડળ ઈચ્છી રહ્યું છે કોર્ટના ગેટ પાસે મોટા પ્રમાણમાં પાણી ભરાતા એડવોકેટ સહિતના ઓને મોટા વાહન મારફતે અંદર લઈ જવામાં આવ્યા હતા ખાસ કરીને મોટરસાયકલ જેવા વાહનો ને બહાર જ પાર્કિંગ કરવા મજબૂર બન્યા હતા વધારે મુશ્કેલી તો  સામાન્ય  જનતાનેજ  ભોગવવી  પડી રહી છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ ગુજરાત 

અહેવાલ - મથુર ચૌહાણ મહુવા 

તંત્રી - મહેશ રાજગોર


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain