રાપર તાલુકા મા રાતભર વરસાદ ના ઝાપટા વરસ્યા

 કચ્છ - તારીખ - ૩૦/૯/૨૦૨૧ ગુરુવાર


રાપર તાલુકા મા રાતભર  વરસાદ ના ઝાપટા વરસ્યા



રાપર ગઈકાલે બપોર બાદ શરૂ થયેલ શાહીન અને ગુલાબ ની અસર વચ્ચે પૂર્વ કચ્છ ના વાગડ વિસ્તારના રાપર તાલુકા મા મેઘરાજા એ ભાદરવા મા ભરપુર મહેર કરી છે ત્યારે ગઇકાલે બપોરે દોઢ ઈંચ વરસાદ પડયો હતો તો રાતભર તાલુકા મથક અને લગભગ ગામોએ ઝરમરિયો વરસાદ થયો હતો તો ક્યારેક જોરદાર ઝાપટા વરસ્યા હતા રાપર શહેર ના આંઢવાળા તળાવ કે જે રત્નેશ્ચર દાદા ના મંદિર પાસે આવેલ આ તળાવમાં પાણી ની આવક થઈ હતી લગભગ અડધા થી વધુ પાણી આવ્યું છે 



ચાર પાંચ માસ ચાલે તેટલું પાણી આવ્યું છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ના ઝાપટા વરસ્યા હતા જેના લીધે ચેકડેમો સીમ તળાવ તળાવ સહિત ના વિસ્તારોમાં પાણી ની આવક થઈ હતી આમ સતત મેઘરાજા મન મુકીને વાગડ વિસ્તારમાં વરસાદ થયો છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨



અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain