રાપર શહેર ભાજપ દ્વારા કાવ્ય પઠન કાર્યક્રમ યોજાયો.

રાપર શહેર ભાજપ દ્વારા કાવ્ય પઠન કાર્યક્રમ યોજાયો.રાપર દેશના વડા પ્રધાન મા.નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને સમર્પણ સેવા સપ્તાહ તરીકે ઉજવવાનું ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યુ હોઈ રાપર શહેર ભાજપ દરોજ અલગ અલગ કાર્યક્રમો યોજે છે.તે અનુસંધાને આજે કાવ્ય પઠન કાર્યક્રમ યોજ્યો હતો.


પ્રારંભે આ પ્રકલ્પના ઈન્ચાર્જ  મોરારદાન ગઢવીએ પ્રસંગ પરિચય આપ્યો હતો અને કવિત્વ શક્તિ વિશે વિસ્તારપૂર્વક વાત કરી હતી રાપર-ના કવિઓ  દિનેશ સોની, સામજી માલીએ પોતાની સ્વરચિત રચનાઓનું પઠન કર્યુ  હતું. ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી અને સેવા સમર્પણ સપ્તાહ વિશે કવિતાઓ રજૂ થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  નિલેશ માલીએ અને આભાર દર્શન સહ ઈન્ચાર્જ બળવંતભાઈ ઠકકરે કર્યું હતું.


સમગ્ર સેવા સમર્પણ અભિયાનના ઈન્ચાર્જ શ્રી હઠુભા સોઢા મહામંત્રી મેહુલ જોશી ,શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દિનેશ સોની,મીડીયા ઈન્ચાર્જ, રાપર શહેર ભાજપ ની એક યાદી મા જણાવ્યું છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain