રાપર ખાતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એ વેકશીનેશન અંગે બેઠક બોલાવી

રાપર ખાતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એ વેકશીનેશન અંગે બેઠક બોલાવી



રાપર હાલ ચાલી રહેલા કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી થી બચવા માટે લોકો ને વેકશીન આપવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંગે આજે રાપર ભચાઉ તાલુકાના આરોગ્ય અધિકારી અને વહિવટી અધિકારીઓ નગરપાલિકા તાલુકા વિકાસ અધિકારી તાલુકા મામલતદાર ચીફ ઓફિસર અને તમામ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ પ્રાથમિક આરોગ્ય અધિકારીઓ ની રિવ્યુ બેઠક જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા એ બેઠક બોલાવી હતી જેમાં ભચાઉ ખાતે પ્રાંત અધિકારી પી એ જાડેજા મામલતદાર ભગીરથસિંહ ઝાલા તાલુકા વિકાસ અધિકારી ધર્મેશ વ્યાસ તાલુકા હેલ્થ ઓફિસર ડો સુતરીયા ચીફ ઓફિસર પરબત ભાઈ ચાવડા સહિત ના અધિકારીઓ સાથે કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી સામે રક્ષણ આપવા માટે ની વેકશીન અંગે કામગીરી તાત્કાલિક હાથ ધરવા માટે અધિકારીઓ ને સુચના આપી હતી 



તો રાપર ખાતે જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા રાપર પ્રોબેશન પ્રાંત અધિકારી જય તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા તાલુકા હેલ્થ ઓફિસર ડો પૌલ ચીફ ઓફિસર મૌલિક વૈશ બાંધકામ ના ભરત નાથાણી જીલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિ આર. એફ. ઓ આર. કે. પરમાર તેમજ તાલુકા ના તમામ હેલ્થ ઓફિસર તેમજ મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકામાં વેકશીનેશન ઓછી માત્રામાં છે


ત્યારે રાપર તાલુકા મા વેકશીન અંગે તાત્કાલીક અસરથી લોકો ને આપવા માટે સુચના આપી હતી બેઠક મા આજે રાપર તાલુકા મા ઓછી માત્રામાં વેકશીન થયું છે ત્યારે આંકડા ની મહામારી વચ્ચે આજે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ને દોડી આવવું પડ્યું હતું આમ આજે રાપર તાલુકા મા વેકશીનેશન અંગે રાપર તાલુકાના અધિકારીઓ અને વહિવટી તંત્ર નો ઉધડો લઈ વેકશીનેશન ની કામગીરી હાથ ધરવા માટે કામગીરી કરવા માટે આદેશ કર્યો હતો અને કોવિડ કોરોના થી બચવા માટે ની વેકશીન આપવા માટે લોકો વચ્ચે સંલગ્ન કામગીરી હાથ ધરવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી 


રાપર તાલુકા મા વેકશિનેશન અંગે અધિકારીઓ ની રિવ્યુ બેઠક કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એ લીધી ઓછા વેકશિનેશન અંગે નોડેલ ઓફિસર ની નિમણૂક કરવામાં આવી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain