ગ્રામ પંચાયત અને શાસન વ્યવસ્થા ને મજબૂત કરવા મહિલાઓ એકઠી થઇ

ગ્રામ પંચાયત અને શાસન વ્યવસ્થા ને મજબૂત કરવા મહિલાઓ એકઠી થઇ



આજ રોજ રાપર તાલુકા પદમપર અને આડેસર પંચાયતના નાગરિક જૂથના ૬૮ જેટલા મહિલાઓ સાથે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમકાર લતાબેન સચદે દ્વારા પંચાયતી રાજની ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપી હતી જેમાં મહિલા અનામત, સરકારી યોજનાઓ, મહિલાઓ માટેના કાનૂન, ગ્રામસભા, મહિલા સભા અને મહિલા સશક્તિકરણ જેવા વિષયો ઉપર વિસ્તૃત માહિતી આપી હતી. 



તો રાપર સી.એચ.સી થી ડો. મોહિનીબેન દ્વારા હોમિયોપેથીક દવાઓ અને એની ઉપયોગિતા સમજાવી હતી. અને ડાયાબિટીસ, શ્વાસ, વગેરે બીમારીઓમાં બહુજ ઉપયોગી માહિતી આપી હતી. અને કોરોના ની ત્રીજી લહેર અને સુરક્ષા અને સલામતી અને લોકો રસી લે એ માટે આહવાન કર્યું હતું તમેંજ આયુર્વેદિક ડૉ. શૈલેષ ભાઇ સાહેબ પણ આયુર્વેદની સમજ આપી હતી. ભારત દેશના મહિલાઓની ૪૮% જેટલી વસ્તી છે. ૧૯૬૩ પંચાયત ધારો છે. 



જેમાં ૧૯૯૩ માં સુધારામાં પંચાયતોને કેટલીક વિશેષ  સતા આપવામાં આવી છે. અને ગુજરાત રાજ્યમાં ત્રિસ્તરીય માળખમાં મહિલાઓને ૫૦% અનામત આપવામાં આવી છે. સેતુ અભિયાનના તરુણ પરમાર અને લાલજી પરમારે આયોજન કર્યું હતું અને સંચાલન કર્યું હતું દેવશી પરમાર, મહેશ મારાજ દ્વારા વ્યવસ્થા સંભાળી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain