રાપર તાલુકો કોવિડ વેક્સિન મા રાજય મા સૌથી પાછળ રહ્યો? આરોગ્ય વિભાગ સિવાય ના અન્ય તંત્ર ની કોઈ કામગીરી નહીં!

રાપર તાલુકો કોવિડ વેક્સિન મા  રાજય મા સૌથી પાછળ રહ્યો? આરોગ્ય વિભાગ સિવાય ના અન્ય તંત્ર ની કોઈ કામગીરી નહીં!



રાપર છેલ્લા બે વર્ષથી સમગ્ર દેશમાં કોવિડ ૧૯ અંતર્ગત કોરોના મહામારી એ હાહાકાર મચાવી દીધો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે લડત આપી રહેલ સ્વદેશી વેકશિન લોકો ને આપી લોકો ને રક્ષાત્મક પગલાં મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ પ્રકારના જાહેરાત તેમજ ગામે ગામ કેમ્પ યોજી લોકો ને કોરોના સામે રક્ષણ મળે તે માટે વેકશિન લેવા માટે તૈયાર કરવા માટે વિવિધ સંસ્થાઓ અને સંગઠન તેમજ રાજકીય પક્ષો અને સરકારી અધિકારીઓ સાથે મળીને ગામે ગામ વેકશિન માટે કેમ્પ યોજવા લાગ્યા તે મુજબ કચ્છ મા પણ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ વાગડ  સૌથી આગળ નું સુત્ર રાજકીય નેતાઓ એ આપ્યું છે 


ખાસ કરી ને સત્તાધારી પક્ષ દ્વારા એવા રાપર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ કચેરી ના સંલગ્ન થી રાપર તાલુકામાં પ્રથમ ડોઝ કે જે કુલ ૧.૧૨.૨૮૧ લોકો ને આપવા નો છે તે સામે હાલ ૮૪૫૮૦ લોકો એ પ્રથમ ડોઝ લઈ લીધો છે જેમાં લગભગ ૮૦% કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે તો જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ શિક્ષકો તલાટી મંત્રી અને આંગણવાડી વર્કર તેમજ આશા બહેનો સહિત ના વિવિધ વિભાગો ના કર્મચારીઓ ને દરેક ગામમાં વેકશિન માટે જાગૃત કરવા લોકો ને તૈયાર કરી વેકશિન લેવા માટે તૈયાર કરવા માટે જવાબદારી આપી હતી પરંતુ ખાટલે મોટી ખોટ સમાન વેકશિનેશન ના બીજા ડોઝ દરમિયાન રાપર તાલુકા નો નંબર સૌથી છેલ્લો આવ્યો છે અને ભારત ના સૌથી ઓછું વેકશિનેશન કરવા ના તાલુકા મા ગણતરી કરવામાં આવી છે જો આગામી સમયમાં ત્રીજી લહેર આવી તો બીજા ડોઝ અને પ્રથમ ડોઝ મા પણ બાકી રહેલા લોકો માટે ખતરા સમાન છે એક તરફ જીલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન માટે ઓન લાઇન સુચના આપે છે પરંતુ રાપર તાલુકામાં આ સુચના નો કોઈ અમલ કરવા મા આવતો નથી 


રાપર તાલુકાના અનેક ગામોમાં હજુ આંગળી ના વેઢે ગણાય એટલા લોકો એ વેકશિનેશન કરાવ્યું છે તો અનેક ગામોમાં બાકી છે તો પ્રથમ ડોઝ ના તો થોડા બાકી રહ્યા છે પરંતુ બીજા ડોઝ મા એસી હજાર થી વધુ લોકો પ્રથમ ડોઝ વારા બાકી છે તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા ની જરુરીયાત છે તો ઓછુ વેકશિનેશન કરવા બદલ રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો મોતીલાલ રોય ની પાસે થી ચાર્જ લઈ તેમને બાલાસર ખાતે પરત મોકલી દેવામાં આવ્યા છે અને અરબ હેલ્થ ના અને ચિતોડ ના મેડિકલ ઓફિસર ડો. પૌલ ને ફરી થી ચાર્જ આપવામાં આવ્યો છે 


રાપર તાલુકામાં કોરોના ના પ્રથમ લહેર વખતે ડો. પૌલ દ્વારા સુંદર રીતે કામગીરી હાથ ધરી લોકો ને બચાવવા માટે તન તોડ મહેનત કરી હતી તો બીજી લહેર આવી ત્યારે અચાનક ડો. પૌલ પાસે થી ચાર્જ લઈ ધોરાવીરા ના ડો. રોય ની બાલાસર ખાતે નિમણૂક કરી રાપર તાલુકા હેલ્થ ઓફિસર નો ચાર્જ આપવામાં આવ્યો હતો અને વિવાદાસ્પદ કામગીરી વચ્ચે અનેક લોકો ના કોરોના ની બીજી લહેર મા મોત થયા હતા તો કોરોના સામે ની વેકશિનેશન ની કામગીરી પણ નબળી રહી હતી 


ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ સામે વેકશિનેશન બાબતે નિષ્ફળ જતાં જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર નો ચાર્જ પરત લઈ ફરી થી ડો. પૌલ ને આપવામાં આવ્યો હતો અને બીજા ડોઝ અંગે કામગીરી હાથ ધરી હતી આમ રાપર તાલુકામાં માત્ર આરોગ્ય વિભાગ સિવાય ના લગભગ તંત્ર ની નિષ્ક્રિયતા ના લીધે રાપર તાલુકાનો નંબર છેલ્લી કક્ષાએ આવ્યો હતો.. આમ રાપર તાલુકામાં વેકશિનેશન બાબતે જો જીલ્લા વિકાસ અધિકારી કડક પગલાં નહી ભરે તો આગામી સમયમાં આવનાર ત્રીજી લહેર વાગડ વિસ્તારમાં વધુ પ્રસરે તે દિવસો દુર નથી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain