ભચાઉ તાલુકા ના શીકારપુર ગામે ખેતરોમાં થતું પ્રદુષણ અટકાવવા બાબતે.

 કચ્છ - તારીખ - ૨૭/૯/૨૦૨૧ સોમવાર


વિભાભાઇ એમ.રબારી

પ્રમુખ ભચાઉ તાલુકા માલઘારી મંડળ

મુ.શીકારપુર , 

તા . ભચાઉ જિ.કચ્છ, 

તા.૨૭-૯-૨૦૨૧ 


પ્રતિ, 

પ્રદુષણ નિયંત્રણ બોર્ડ , રીજનલ ઓફિસર , 

ગાંધીધામ 


વિષય : - ભચાઉ તાલુકા ના શીકારપુર ગામે ખેતરોમાં થતું પ્રદુષણ અટકાવવા બાબતે. 


મે.સાહેબશ્રી , 


                            સવિનય સાથે ઉપરોકત વિષયે જણાવવાનું કે શીકારપુર મધ્યે આવેલા ગ્રીન સી ઇન્ડસ્ટ્રી લી. દ્રારા મોટી માત્રામાં પ્રદુષણ કરવામાં આવે છે. આજુ બાજુમાં આવેલ ખેતરોમાં અને ગૌચર જમીનમાં આડેધડ કેમીકલ પાણી છોડવામાં આવે છે , તેનાથી પશુ પાલકને મોટી નુકશાની ભોગવવી પડે છે. બાજુમાં આવેલ તળવામાં કેમીકલ નાખે છે. ત્યા પશુપાલક પાણી પીવે છે તેનાથી રોગચાળો થાય છે. તેથી આ કંપની વિરુધ્ધ તાત્કાલીક પગલા લેવામાં આવે. જો સમયસર આ કંપની વિરુધ્ધ યોગ્ય પગલા લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને જી.પી.સી.બી. ઓફિસ નો ઘેરાવ કરવામાં આવશે. 


લી. આપનો વિશ્ર્વાસુ

વિભાભાઇ એમ.રબારી મો -૯૯૨૫૬૬૯૦૮૩






રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain